عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِمُعَاذِ بْنِ جَبَلٍ، حِينَ بَعَثَهُ إِلَى الْيَمَنِ: «إِنَّكَ سَتَأْتِي قَوْمًا أَهْلَ كِتَابٍ، فَإِذَا جِئْتَهُمْ فَادْعُهُمْ إِلَى أَنْ يَشْهَدُوا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِي كُلِّ يَوْمٍ وَلَيْلَةٍ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ صَدَقَةً تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ فَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَإِيَّاكَ وَكَرَائِمَ أَمْوَالِهِمْ، وَاتَّقِ دَعْوَةَ الْمَظْلُومِ، فَإِنَّهُ لَيْسَ بَيْنَهُ وَبَيْنَ اللهِ حِجَابٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1496]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી. રિવાયત કરે છે તેઓ કહે છે:
નબી ﷺ એ મુઆઝ બિન જબલ રઝી. ને યમન મોકલ્યા, તો તેમને કહ્યું: « તમે એવા લોકો તરફ જઈ રહ્યા છો, જેમને પહેલા કિતાબ આપવામાં આવી ચૂકી છે, ત્યાં પહોંચ્યા પછી તેમને સૌથી પહેલા એ વાતની ગવાહી આપવાની દઅવત આપજો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, જો તેઓ તમારી આ વાત માની લે તો તેમને જણાવજો કે દરરોજ તેમના પર દિવસ અને રાત્રે પાંચ વખતની નમાઝ ફર્ઝ કરવામાં આવી છે, અને જો તે તમારી આ વાત પણ માની લે તો તેમને જણાવજો કે અલ્લાહએ તેમના ઝકાત ફર્ઝ કરી છે, જે તેમના માલદાર લોકો પાસેથી લેવામાં આવશે અને તેમના ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવશે, અને જો તેઓ તમારી આ વાત પણ માની લે તો તમે તેમના માલથી બચીને રહેજો અને પીડિતની બદ દુઆ ન લેશો, કારણકે તેની અને અલ્લાહની વચ્ચે કોઈ પડદો નથી હોતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1496]
જ્યારે નબી ﷺ એ મુઆઝ બિન જબલ રઝી. ને દાઇ અને શિક્ષક બનાવી યમન દેશ તરફ મોકલ્યા કે તેઓ ત્યાંના લોકોને અલ્લાહ તરફ દઅવત આપે અને તેમને શિક્ષા આપે, તો નબી ﷺ એ તમને જણાવ્યું કે તમે એક ઈસાઈ કોમનો સામનો કરશો, જેથી તમે તૈયાર થઈ જાઓ, અને તેમને જે સૌથી વધુ મહત્વની બાબતો છે તેની દઅવત પહેલા આપજો, તો તમે સૌ પ્રથમ તેમનો અકીદો સુધારવા તરફ તેમને દાવત આપજો; કે તો ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે; આ સાક્ષી દ્વારા તેઓ ઇસ્લામમાં દાખલ થઈ જશે, બસ જ્યારે તેનું અનુસરણ કરવા લાગે તો તેમને નમાઝનો આદેશ આપજો, કારણકે નમાઝ તૌહીદ પછી સૌથી મહાન ફર્ઝ છે, બસ જ્યારે તેઓ નમાઝ કાયમ કરવા લાગે તો તેમના ધનવાન લોકોને આદેશ આપજો કે તેઓ પોતાના માલ માંથી ઝકાત કાઢી ગરીબોને આપે, ફરી નબી ﷺ એ તેમને સચેત કર્યા કે તેમનો શ્રેષ્ઠ માલ ન લેજો કારણકે ઝાકત મધ્યમ માલ પર ફર્ઝ છે, ફરી તેમને જુલમ કરવાથી બચવાની નસીહત કરી, કારણકે જો પીડિત વ્યક્તિ અલ્લાહ પાસે દુઆ કરે તો તેની દુઆ કબૂલ કરવામાં આવે છે.