કેટેગરીઓ: અકીદો .

عن عمر بن الخطاب رضي الله عنه قال:
بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ إِذْ طَلَعَ عَلَيْنَا رَجُلٌ شَدِيدُ بَيَاضِ الثِّيَابِ، شَدِيدُ سَوَادِ الشَّعَرِ، لَا يُرَى عَلَيْهِ أَثَرُ السَّفَرِ، وَلَا يَعْرِفُهُ مِنَّا أَحَدٌ، حَتَّى جَلَسَ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَسْنَدَ رُكْبَتَيْهِ إِلَى رُكْبَتَيْهِ، وَوَضَعَ كَفَّيْهِ عَلَى فَخِذَيْهِ، وَقَالَ: يَا مُحَمَّدُ، أَخْبِرْنِي عَنِ الْإِسْلَامِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «الْإِسْلَامُ أَنْ تَشْهَدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، وَتُقِيمَ الصَّلَاةَ، وَتُؤْتِيَ الزَّكَاةَ، وَتَصُومَ رَمَضَانَ، وَتَحُجَّ الْبَيْتَ إِنِ اسْتَطَعْتَ إِلَيْهِ سَبِيلًا» قَالَ: صَدَقْتَ، قَالَ: فَعَجِبْنَا لَهُ، يَسْأَلُهُ وَيُصَدِّقُهُ، قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِيمَانِ، قَالَ: «أَنْ تُؤْمِنَ بِاللهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَالْيَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ» قَالَ: صَدَقْتَ، قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِحْسَانِ، قَالَ: «أَنْ تَعْبُدَ اللهَ كَأَنَّكَ تَرَاهُ، فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ» قَالَ: فَأَخْبِرْنِي عَنِ السَّاعَةِ، قَالَ: «مَا الْمَسْؤُولُ عَنْهَا بِأَعْلَمَ مِنَ السَّائِلِ» قَالَ: فَأَخْبِرْنِي عَنْ أَمَارَتِهَا، قَالَ: «أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا، وَأَنْ تَرَى الْحُفَاةَ الْعُرَاةَ الْعَالَةَ رِعَاءَ الشَّاءِ يَتَطَاوَلُونَ فِي الْبُنْيَانِ» قَالَ: ثُمَّ انْطَلَقَ، فَلَبِثْتُ مَلِيًّا ثُمَّ قَالَ لِي: «يَا عُمَرُ، أَتَدْرِي مَنِ السَّائِلُ؟» قُلْتُ: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «فَإِنَّهُ جِبْرِيلُ، أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِينَكُمْ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક દિવસે અમે આપ ﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા) પર સફરની નિશાનીઓ પણ નહતી દેખાતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું પણ ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપ ﷺ ના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાની હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી, (અર્થાત્ અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદ ﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો» તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે સવાલ પણ કરી રહ્યા છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરી રહ્યા છે, તેણે (ફરીથી) કહ્યું: મને ઈમાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત કરેલી) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો», તેણે ફરીથી કહ્યું: કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «એહસાન એ છે કે તમે અલ્લાહની એવી રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે» તેણે કહ્યું: મને કયામત વિશે જણાવો (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ કહું: «આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત્ હું આ વિશે નથી જાણતો)» તેણે કહ્યું: (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપ ﷺ એ કહ્યું: «દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક પણ નહીં હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે» પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે) હું ઘણી વાર સુધી (આપ ﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું: «ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો?» ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, નબી ﷺ એ કહ્યું: «આ જિબ્રઇલ હતા, જેઓ તમને તમારો દીન શીખવાડવા આવ્યા હતા».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્સલામ સહાબા વચ્ચે માનવીના રૂપમાં આવ્યા અને અમે તેમને ઓળખી ન શક્યા, તેમના લક્ષણો, તેમના કપડાં એકદમ સફેદ હતા, વાળ અત્યંત કાળા, તેમના પર સફર કરવાનો કોઈ અસર દેખાતો ન હતો કે તેઓ થાકેલા હોય, માટી ચોંટેલી હોય, વાળ ફેલાય ગયા હોય અથવા કપડાં મેલા હોય, અમારા માંથી કોઈ તેમને ઓળખતું ન હતું, તેઓ આપ ﷺ પાસે આવી બેસી ગયા, તે તેમની પાસે એક વિદ્યાર્થીની માફક બેસી ગયા, ઇસ્લામ વિશે સવાલ કર્યો, આપ ﷺ ઇસ્લામના અરકાન બતાવ્યા, બંને ગવાહીઓ આપવી, પાંચ વખતની નમાઝની સુરક્ષા કરવી, જેના પર ઝકાત ફર્ઝ છે તેણે ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, શક્તિ પ્રમાણે હજ કરવી.
સવાલ પૂછનારે જ જવાબ આપ્યો કે તમે સાચું કહ્યું, સહાબાઓને આશ્ચર્ય થયું કે જે વિશે તે સવાલ કરી રહ્યો છે, ખરેખર તે વિશે તે જાણતો હોવો ન જોઈએ, જ્યારે કે તે જવાબ સાંભળી લીધા પછી તે પોતે જ જવાબની પુષ્ટિ કરે છે.
પછી ઈમાન વિશે સવાલ કર્યો, તો આપ ﷺ એ ઈમાનના છ રુકન જણાવ્યા, અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન અને તેના ગુણો પર ઈમાન, અને દરેક ગુણોમાં ફક્ત તેનું એક જ હોવું, જેવું કે પેદા કરવું, ઈબાદત માટે સાચો લાયક, અને ફરિશ્તાઓ પર ઈમાન, એ કે અલ્લાહએ તેમને નૂરથી પેદા કર્યા છે, તે અલ્લાહના પ્રતિષ્ઠિત બંદાઓ છે, તેઓ અલ્લાહ તઆલાની અવજ્ઞા કરતા નથી, અને જે આદેશ આપે છે તેના પર અમલ કરે છે, કિતાબો પર ઈમાન, જે કિતાબો અલ્લાહ તરફથી તેના પયગંબરો પર ઉતરી હોય, જેવું કે કુરઆન, ઈન્જિલ, તૌરાત વગેરે, રસૂલો પર ઈમાન, જેઓ અલ્લાહના દીનના પ્રચારક હતા, તેમાંથી નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ, એ વગર અન્ય પયગંબરો અને નબીઓ, આખિરતના દિવસ પર ઈમાન, મૃત્યુ પછી કબરમાં દાખલ થઈશું અને બરઝખનું જીવન, અને એ કે કયામતના દિવસે માનવીને ઉઠાવવામાં આવશે અને તેનો હિસાબ કરવામાં આવશે, અને તેમનું ઠેકાણું જન્નત હશે અથવા જહન્નમ, તકદીર પર ઈમાન એ કે અલ્લાહ તઆલાને દરેક વસ્તુની જાણ પહેલાથી જ છે, તેની હિકમત પ્રમાણે થાય છે અને તેણે એક કિતાબમાં લખી રાખ્યું છે, ઈચ્છા તેની જ છે તેજ મોકા પ્રમાણે જાહેર કરે છે અને પેદા કરે છે. ત્યારબાદ અલ્ અહેસાન વિશે સવાલ કર્યો, આપ ﷺ એ જણાવ્યું કે તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જેવું કે તે અલ્લાહને જોઈ રહ્યો છે, જો આ દરજા સુધી પહોંચી ન શકે તો કમસે કમ એટલું તો જાહેર થવું જ જોઈએ કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે, પહેલો દરજ્જો મુશાહદહનો છે અને તે સૌથી શ્રેષ્ઠ છે, અને બીજો દરજ્જો મુરાકબહનો છે.
પછી કયામત વિશે સવાલ કર્યો? તો નબી ﷺ એ કહ્યું કે અલ્લાહ તઆલાએ કયામત વિશેનું ઇલ્મ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે, તેના સર્જન માંથી કોઈ નથી જાણતું, અર્થાત્ તેની જાણકારી કોઇની પાસે નથી ન તો જેને સવાલ કરવામાં આવી રહ્યો છે તેની પાસે અને ન તો જે સવાલ કરી રહ્યો છે તે.
પછી સવાલ કર્યો કે કયામતની નિશાનીઓ વિશે જણાવો? નબી ﷺ એ જણાવ્યું કે ઘણી સંખ્યામાં દાસીઓ અને તેમની સંતાનો હશે, અથવા બાળકોની પોતાની માતાઓ સાથે અવજ્ઞા, જેમની સાથે દાસીઓ જેવો વ્યવહાર કરવામાં આવશે, ભરવાડો અને ફકીરોને છેલ્લા સમયમાં દુનિયામાં માલદારી પ્રાપ્ત થશે, જેના કારણે તે જેઓ મોટી મોટી ઇમારતો અને તેની મજબૂતી પર તેઓ એકબીજા પર અભિમાન કરશે.
આપ ﷺ એ જણાવ્યું કે સવાલ કરનાર જિબ્રઇલ અલૈહિસ્ સલામ હતા જેઓ સહાબાઓને ઇસ્લામ શીખવાડવા માટે આવ્યા હતા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન, કે તેઓ સહાબાઓ સાથે બેસતા હતા અને સહાબાઓ આપ ﷺ સાથે બેસતા હતા.
  2. સવાલ કરનાર સાથે નરમીનો વ્યવહાર અને તેને નજીક બેસાડવો જોઈએ, જેથી કોઈ ભય વગર જે સવાલ કરવા ઈચ્છે સવાલ કરી શકે.
  3. શિક્ષકના આદરનો ખ્યાલ રાખવો જોઈએ, જેમકે જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ ﷺ સામે અદબ સાથે બેઠા હતા, જેથી તેમની પાસે પ્રાપ્ત કરી શકે.
  4. ઇસ્લામના પાંચ અરકાન છે અને ઈમાનના છ સિદ્ધાંતો છે.
  5. જ્યારે ઇસ્લામ અને ઈમાન બન્ને શબ્દો એકઠા વર્ણન કરવામાં આવે તો ઇસ્લામની વ્યાખ્યા જાહેર અમલ દ્વારા થાય છે, અને ઇમાનની વ્યાખ્યા બાતેન (આંતરિક) અમલ દ્વારા થાય છે.
  6. દીનના અલગ અલગ દરજ્જાનું વર્ણન, પ્રથમ દરજ્જો ઇસ્લામ, બીજો દરજ્જો ઈમાન અને ત્રીજો દરજ્જો એહસાન, અને આ દરજ્જો સૌથી ઊંચો છે.
  7. હોય છે એવું કે સવાલ કરનાર પાસે જાણકારી હોતી નથી અને તે અજ્ઞાનતા કારણે સવાલ કરે છે, આજ કારણે સહાબાઓને તેના સવાલ કરવા પર જવાબની પુષ્ટિ પર આશ્ચર્ય થયું.
  8. જે સૌથી અગત્યની વાત અથવા કાર્ય હોય તેનાથી શરૂઆત કરવી જોઈએ, ત્યારબાદ તેના પછી જે અગત્યની વાત અથવા કાર્ય આવતું હોય તેનું વર્ણન કરવુ જોઈએ, કારણકે ઇસ્લામની વ્યાખ્યા કરતી વખતે નબી ﷺ એ પહેલાં ગવાહીઓનું વર્ણન કર્યું, અને ઇમાનની વ્યાખ્યા કરતી વખતે સૌ પ્રથમ અલ્લાહ પર ઈમાનની વાત કરી.
  9. આલિમોને જે વસ્તુની ખબર હોય તેના વિશે સવાલ કરી શકીએ છીએ, જેથી અન્ય લોકો તેના વિશે જાણી શકે.
  10. કયામતનું ઇલ્મ તે ઇલ્મ માંથી છે, જેને અલ્લાહ તઆલાએ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે.
કેટેગરીઓ