عن جابر رضي الله عنه:
أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَرَأَيْتَ إِذَا صَلَّيْتُ الصَّلَوَاتِ الْمَكْتُوبَاتِ، وَصُمْتُ رَمَضَانَ، وَأَحْلَلْتُ الْحَلَالَ، وَحَرَّمْتُ الْحَرَامَ، وَلَمْ أَزِدْ عَلَى ذَلِكَ شَيْئًا، أَأَدْخُلُ الْجَنَّةَ؟ قَالَ: «نَعَمْ»، قَالَ: وَاللهِ لَا أَزِيدُ عَلَى ذَلِكَ شَيْئًا.

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી ﷺ એ કહ્યું: «હાં», તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ હું આનાથી વધારે કઈ નહીં કરું.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે એક મુસલમાન ફરજો બજાવવા અને હરામ કર્યો (પ્રતિબંધિત વસ્તુઓ) થી દૂર રહેવા માટે ઉત્સુક હોવો જોઈએ અને તેનો હેતુ ફક્ત જન્નતમાં પ્રવેશવાનો હોવો જોઈએ.
  2. આ હદીષ જે હલાલ છે તેને હલાલ સમજવા અને જે હરામ છે તેને હરામ સમજવાનું મહત્વ દર્શાવે છે.
  3. હલાલ કાર્યો કરવા અને હરામ કાર્યોથી બચવું એ જન્નતમાં દાખલ થવાનું એક મહત્વનું કારણ છે.
વધુ