عَنْ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَتْ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنِّي عَلَى الحَوْضِ حَتَّى أَنْظُرَ مَنْ يَرِدُ عَلَيَّ مِنْكُمْ، وَسَيُؤْخَذُ نَاسٌ دُونِي، فَأَقُولُ: يَا رَبِّ مِنِّي وَمِنْ أُمَّتِي، فَيُقَالُ: هَلْ شَعَرْتَ مَا عَمِلُوا بَعْدَكَ، وَاللَّهِ مَا بَرِحُوا يَرْجِعُونَ عَلَى أَعْقَابِهِمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6593]
المزيــد ...
અસ્મા બિન્તે અબુ બકર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે, મને કહેવામાં આવશે, શું તમે જાણો છો ખરા કે તમારા ગયા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પોતાની એડીઓ પર પાછા ફરશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6593]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તેમની પાસે કયામતના દિવસ એક હોઝ હશે, જેથી જોઈ લે કે તેમની કોમના કેવા લોકો તે હોઝ તરફ આવે છે, અને કેટલાક લોકોને આપ ﷺ ની નજીકથી પાછા ફેરવી દેવામાં આવશે, તો નબી ﷺ કહેશે: હે મારા પાલનહાર ! આ મારા માણસો છે અને મારી કોમના કોકો છે, તો નબી ﷺ ને કહેવામાં આવશે: શું તમે જાણો છો તમારા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પીઠ ફેરવી પાછા ફરી ગયા, આ લોકો ઇસ્લામથી ફરી ગયા, એટલા માટે આ લોકો ન તો તમારા માંથી અને ન તો તમારી કોમ માંથી છે.