عَنْ زَيْدِ بْنِ خَالِدٍ الجُهَنِيِّ رضي الله عنه أَنَّهُ قَالَ:
صَلَّى لَنَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَاةَ الصُّبْحِ بِالْحُدَيْبِيَةِ عَلَى إِثْرِ سَمَاءٍ كَانَتْ مِنَ اللَّيْلَةِ، فَلَمَّا انْصَرَفَ أَقْبَلَ عَلَى النَّاسِ، فَقَالَ: «هَلْ تَدْرُونَ مَاذَا قَالَ رَبُّكُمْ؟» قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «أَصْبَحَ مِنْ عِبَادِي مُؤْمِنٌ بِي وَكَافِرٌ، فَأَمَّا مَنْ قَالَ: مُطِرْنَا بِفَضْلِ اللهِ وَرَحْمَتِهِ، فَذَلِكَ مُؤْمِنٌ بِي وَكَافِرٌ بِالْكَوْكَبِ، وَأَمَّا مَنْ قَالَ: بِنَوْءِ كَذَا وَكَذَا، فَذَلِكَ كَافِرٌ بِي وَمُؤْمِنٌ بِالْكَوْكَبِ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

ઝૈદ બિન ખાલિદ અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ એ અમને હુદૈબિયહના સમયે સવારની નમાઝ પઢાવી અને તે રાત્રે વરસાદ પડ્યો હતો, નમાઝ પઢી લીધા પછી આપ લોકો તરફ મોઢું ફેરવ્યું અને કહ્યું: જાણો છો તમારા પાલનહારે શું કહ્યું છે? સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: તમારા પાલનહારે મને કહ્યું સવાર થતા થતા કેટલાક મોમિન થયા અને કેટલાક કાફિર બની ગયા, બસ જેણે કહ્યું કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ પડ્યો તો તે મારો મોમિન બંદો છે, અને તારાઓનો ઇન્કાર કરવાવાળો બંદો છે અને જેણે ફલાણા સિતારાનું ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ પડ્યો કહ્યું તો તે મારા માટે કાફિર અને તારાઓ માટે મોમિન બંદો છે.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

હુદૈબિયહમાં આપ ﷺ એ સવારની નમાઝ પઢાવી, હુદૈબિયહ મક્કાની નજીક એક ઇલાકાનું નામ છે, ત્યાં રાતના સમયે વરસાદ પડ્યો હતો, નબી ﷺ જ્યારે સલામ ફેરવી અને નમાઝથી ફરીગ થયા, પછી આપ ﷺ એ લોકો તરફ ચહેરો કર્યો અને કહ્યું: શું તમે જાણો છો કે તમારા પાલનહારે મને શું કહ્યું છે? તેમણે જવાબ આપ્યો: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું કે જ્યારે વરસાદ પડે છે, તે સમયે લોકો બે ભાગમાં વહેચાઈ થઈ જાય છે: અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન અને બીજા અલ્લાહનો ઇન્કાર કરનાર કાફિર; જે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ વરસ્યો છે, અને તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયા અલ્લાહ તરફ દોરી, તો તે પેદા કરનાર અને સૃષ્ટિની વ્યવસ્થા કરનાર અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન બંદો ગણાશે, અને તારાઓનો ઇન્કાર કરનાર બંદો ગણાશે. અને જે વ્યક્તિએ કહ્યું: ફલાણા તારાની ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ વરસ્યો છે, તો તે અલ્લાહનો ઇન્કાર કરવાવાળો કાફિર બંદો, તારાઓને માનવાવાળો બંદો ગણાશે; કારણકે તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયાને તારાઓ તરફ દોરી અને તે કુફ્રે અસગર ગણાશે, જો કે અલ્લાહ તઆલા એ તારાઓને ન તો વરસાદ વરસવાનું કારણ બનાવ્યા છે ન તો તકદીરનું, અને જે વ્યક્તિ વરસાદ તેમજ અન્ય જમીન પર થનારી ઘટનાઓને કોઈ તારાઓના તૂટવા પર અથવા કોઈ તારાને છુપાઈ જવા પર ભરોસો કરશે અને જો તે એવું માનશે કે ખરેખર કર્તા તો આ જ છે, તો તે કુફ્રે અકબર ગણાશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વરસાદ થયા પછી આમ કહી શકાય કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી અમારા પર વરસાદ વરસ્યો.
  2. જે વ્યક્તિ વરસાદ અથવા અન્ય નેઅમતોને અલ્લાહને છોડીને અન્યને કર્તા સમજશે તો કુફ્રે અકબર કરી રહ્યો છે, અને જો તે ફક્ત સ્ત્રોત સમજશે તો તે કુફ્રે અસગર કરી રહ્યો છે.
  3. ખરેખર નેઅમત કુફ્ર માટેનો સ્ત્રોત બની શકે છે, જો તેનો ઇન્કાર કરવામાં આવે અને ઈમાનનો પણ સ્ત્રોત પણ બની શકે છે જો તેનો શુક્ર કરવામાં આવે.
  4. આ વાત કરવાથી રોક્યા છે, "કે ફલાણા તારાના ફલાણી જગ્યા પર હોવાના કારણે વરસાદ વરસ્યો" ભલેને તેનો ઇરાદો સમય જણાવવાનો પણ કેમ ન હોય, જેથી શિર્ક તરફ જતા દરેક માર્ગથી રોકી શકાય.
  5. નેઅમત મળવા પર અથવા નુકસાનથી બચવા પર બન્ને પરિસ્થિતિમાં દિલનું અલ્લાહ સાથે જોડાયેલું રહેવું જરૂરી છે.
વધુ