عَنْ عَبْدِ اللهِ بنِ مَسْعُودٍ رضي الله عنه قال:
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ» قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «وَأَنْ تَقْتُلَ وَلَدَكَ؛ تَخَافُ أَنْ يَطْعَمَ مَعَكَ» قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺને સૌથી મોટા ગુનાહ વિશે સવાલ કરવામાં આવ્યો તો નબી ﷺ એ કહ્યું: સૌથી મોટો ગુનોહ, શિર્કે અકબર, તે એ કે તમે અલ્લાહને તેની ઉલૂહિય્યતમાં (ઇબાદતને લાયક હોવામાં) અથવા તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં) અથવા તેના પવિત્ર નામો અને ગુણોમાં અન્યને ભાગીદાર અથવા તેના બરાબર ઠેહરાવો, આ સૌથી મોટો ગુનોહ છે, જેને અલ્લાહ સાચી તૌબા વગર માફ નહીં કરે, જે વ્યક્તિ આ ગુનોહ સાથે મૃત્યુ પામશે તે હમેંશા માટે જહન્નમમાં રહેશે. ત્યારબાદ પોતાના સંતાનને એ ભયથી કતલ કરવી કે તે તમારી સાથે બેસીને ભોજન કરશે, પરંતુ જો કતલ કરનાર વ્યક્તિનો સંબંધ હત્યારા સાથે હોય તો તેનું પાપ મોટું છે, અને જ્યારે હત્યારાનો ઉદ્દેશ ડર હતો કે હત્યા કરાયેલ વ્યક્તિ તેની સાથે અલ્લાહએ આપેલ રોજીમાં ભાગ લેશે ત્યારે તેનું પાપ પણ મોટું છે. ત્યારબાદ પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો, તેને ધોકો આપી, આધીન કરી તેની સાથે વ્યભિચાર કરવો. વ્યભિચાર હરામ છે, પરંતુ આ ગુનાહની ભયાનકતા ત્યારે વધી જાય છે, જ્યારે પોતાની પડોશન સાથે સંબંધ બાંધવામાં આવે, જો કે શરીઅત તો ઉપકાર કરવાનો, ભલાઈ કરવાનો અને સારો વ્યવહાર કરવાનો આદેશ આપે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ગુનોહોની ભયાનકતામાં તફાવત હોય છે જેવી રીતે નેક અમલની મહત્ત્વતામાં તફાવત જોવા મળે છે.
  2. સૌથી મોટો ગુનોહ: અલ્લાહ સાથે શિર્ક કરવું, ત્યારબાદ પોતાની સંતાનને કતલ કરવી એ ભયથી કે તે પોતાની સાથે બેસીને ભોજન કરશે, ત્યારબાદ પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવું.
  3. રોજી અલ્લાહના હાથમાં છે, પવિત્ર અલ્લાહએ દરેક સર્જનીઓની રોજીનો ખ્યાલ રાખ્યો છે.
  4. પાડોશીના હકની મહત્ત્વતા, તેમને તકલીફ આપવી અન્યને તકલીફ આપવા કરતા મોટો ગુનોહ ગણાવ્યો.
  5. પેદા કરવાવાળો અલ્લાહ જ ઈબાદતને લાયક છે, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી.
વધુ