عن أبي مسعود الأنصاري رضي الله عنه قال:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنِّي أُبْدِعَ بِي فَاحْمِلْنِي، فَقَالَ: «مَا عِنْدِي»، فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ، أَنَا أَدُلُّهُ عَلَى مَنْ يَحْمِلُهُ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ دَلَّ عَلَى خَيْرٍ فَلَهُ مِثْلُ أَجْرِ فَاعِلِهِ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારી સવારીનું જાનવર જતું રહ્યું છે,અર્થાત્ મને સવારીનો બંદોબસ્ત કરી આપો, તો નબી ﷺ એ કહ્યું: «મારી પાસે કોઈ સવારી નથી», આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તમને એવો વ્યક્તિ બતાવું છું, જે તેને સવારીનો બંદોબસ્ત કરી આપશે, તો નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું કે મારી સવારી નષ્ટ થઈ ગઈ છે, મારા માટે સવારીનો બંદોબસ્ત કરી આપો અને મને સવારી આપો જેથી હું મંજિલ સુધી પહોંચી શકું, પરંતુ આપ ﷺ એ માફી માંગી કારણકે અને કહ્યું કે મારી પાસે કોઈ સવારી નથી, એક વ્યક્તિ ત્યાં હાજર હતો, તેણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! હું એક વ્યક્તિ વિષે જાણું છું, જે તેને સવારી આપી શકશે, આપ ﷺ એ કહ્યું કે તે તેના સવાબમાં બરાબર ભાગ મળશે, કારણકે તેણે એક જરૂરતમંદને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં ભલાઈના કામ તરફ માર્ગદર્શન આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. ભલાઈના કામ કરવા માટે પ્રોત્સાહન એ મુસ્લિમ સમુદાયની એકતા અને સયુક્તિનું એક કારણ છે.
  3. અલ્લાહ સર્વશક્તિમાનની કૃપાની વિપુલતા.
  4. આ હદીષમાં સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, જેમાં દરેક નેકીના કામોનો સમાવેશ થાય છે.
  5. માનવી જ્યારે સવાલ કરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી ન કરી શકતો હોય, તો તે અન્ય વ્યક્તિ તરફ માર્ગદર્શન આપી શકે છે.
વધુ