عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«رَحِمَ اللهُ رَجُلًا سَمْحًا إِذَا بَاعَ، وَإِذَا اشْتَرَى، وَإِذَا اقْتَضَى».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2076]
المزيــد ...
જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ:
«અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2076]
આ હદીષમાં નબી ﷺ એ તે દરેક લોકો માટે દુઆ કરી જે વેચાણ કરતી વખતે ઉદારતા અપનાવે; જેથી તે ખરીદી કરનાર વ્યક્તિ સાથે સોદાબાજીમાં સખ્તી ન કરે અને તેની સાથે સારો વ્યવહાર કરે, એવી જ રીતે ખરીદી કરતી વખતે પણ તે ઉદારતા ભર્યો વ્યવહાર કરે, અને સામાનનો ભાવ ઓછો ન આપે અને ઘટાડે નહિ એવી જ રીતે દેવું વસૂલ કરતી વખતે પણ ઉદારતા અપનાવે, અને કોઈ જરૂરતમંદ અને મોહતાજ પર સખ્તી ન કરે, નરમી સાથે વાતચીત કરે, અને જો તે અસમર્થ હોય તો તેને થોડો વધુ સમય આપે.