عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«رَغِمَ أَنْفُ، ثُمَّ رَغِمَ أَنْفُ، ثُمَّ رَغِمَ أَنْفُ»، قِيلَ: مَنْ؟ يَا رَسُولَ اللهِ قَالَ: «مَنْ أَدْرَكَ أَبَوَيْهِ عِنْدَ الْكِبَرِ، أَحَدَهُمَا أَوْ كِلَيْهِمَا فَلَمْ يَدْخُلِ الْجَنَّةَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2551]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે અલ્લાહના રસૂલ! નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના માતાપિતા માંથી એક અથવા બંનેને વૃદ્ધાવસ્થામાં પામે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતના હકદાર ન બનાવી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2551]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અપમાન અને બદનામીની દુઆ કરી, જ્યાં સુધી કે તેની નાક માટી ન બની જાય, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું: તો સવાલ કરવામાં આવ્યો કે હે અલ્લાહના પયગંબર! આ અપમાનની દુઆ કોના માટે?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:તે વ્યક્તિ માટે જે પોતાના માતાપિતાને વૃદ્ધા વસ્થામાં પામે અથવા બન્ને માંથી કોઈ એકને પણ, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો દાવેદાર ન બનાવી શકે અને આ એટલા માટે કે તેમના પર ઉપકાર ન કર્યો હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય.