عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسِيرُ فِي طَرِيقِ مَكَّةَ، فَمَرَّ عَلَى جَبَلٍ يُقَالُ لَهُ جُمْدَانُ، فَقَالَ: «سِيرُوا هَذَا جُمْدَانُ، سَبَقَ الْمُفَرِّدُونَ» قَالُوا: وَمَا الْمُفَرِّدُونَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الذَّاكِرُونَ اللهَ كَثِيرًا وَالذَّاكِرَاتُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2676]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) મક્કાના રસ્તે સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક પહાડ પાસેથી પસાર થયા, જેનું નામ જુમદાન હતું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ચાલતા રહો, આ જુમદાન પર્વત છે, મુફર્રદુન આગળ વધી ગયા», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! મુફર્રદુન કોને કહે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી વધારે અલ્લાહને યાદ કરવાવાળા પુરુષો અને સૌથી વધારે યાદ કરવાવાળી સ્ત્રીઓ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2676]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે લોકોનું મહત્વ વર્ણન કરી રહ્યા છે જેઓ અલ્લાહને સૌથી વધારે યાદ કરતા હોય છે, તેઓ જન્નતમાં ઊંચા દરજ્જા પ્રાપ્ત કરવામાં એકલા અને સૌથી આગળ હશે, અને તે લોકોની સરખામણી જુમદાન નામના પર્વત સાથે કરી છે, જે અન્ય પર્વતો કરતા અલગ છે.