عن عبد الله بن عمرو رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ الْمُقْسِطِينَ عِنْدَ اللهِ عَلَى مَنَابِرَ مِنْ نُورٍ، عَنْ يَمِينِ الرَّحْمَنِ عَزَّ وَجَلَّ، وَكِلْتَا يَدَيْهِ يَمِينٌ، الَّذِينَ يَعْدِلُونَ فِي حُكْمِهِمْ وَأَهْلِيهِمْ وَمَا وَلُوا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1827]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું:
«ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે, જેઓ પોતાના નિર્ણયમાં, પોતાના ઘરવાળાઓમાં અને જેના તેઓ જવાબદાર છે, તેમાં ઇન્સાફ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1827]
આપ ﷺ જણાવી રહ્યા છે કે જે લોકોમાં પોતાની હેઠળ રહેનારા લોકો, પોતાના ઘરવાળાઓ પ્રત્યે તથા પોતાના નિર્ણયોમાં ન્યાય અને સત્ય સાથે નિર્ણય કરે છે, તેઓ કાયમતના દિવસે બેસવાના ઉચ્ચ સ્થાન પર બેઠા હશે, અને તે સ્થાન તેમને તેમના સન્માનમાં આપવામાં આવશે. આ ઊંચા સ્થાન કૃપાળું અલ્લાહની જમણી બાજુ હશે, અને જાણી લો કે પવિત્ર અલ્લાહના બન્ને હાથ જમણા છે.