عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«أَحَبُّ الْبِلَادِ إِلَى اللهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللهِ أَسْوَاقُهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 671]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 671]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.