પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી
عربي અંગ્રેજી ઉર્દુ
રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે
عربي અંગ્રેજી ઉર્દુ
હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે
عربي અંગ્રેજી ઉર્દુ
હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું
عربي અંગ્રેજી ઉર્દુ
આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે
عربي અંગ્રેજી ઉર્દુ
કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?
عربي અંગ્રેજી ઉર્દુ
શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?
عربي અંગ્રેજી ઉર્દુ