عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«يَقْبِضُ اللَّهُ الأَرْضَ، وَيَطْوِي السَّمَوَاتِ بِيَمِينِهِ، ثُمَّ يَقُولُ: أَنَا المَلِكُ، أَيْنَ مُلُوكُ الأَرْضِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4812]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4812]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે અલ્લાહ તઆલા સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટી લેશે, અને એકને બીજા પર લપેટી તેને નષ્ટ કરી દેશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?!

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં તે વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે ફક્ત અલ્લાહની બાદશાહત કાયમ રહશે, તેના સિવાયના દરેક બાદશાહો નષ્ટ થઈ જશે.
  2. આ હદીષમાં અલ્લાહની મહાનતા, તેની કુદરતની મહાનતા, અને તેના સંપૂર્ણ અધિકાર અને સંપૂર્ણ બાદશાહત હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (55)
વધુ