عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَقُومُ السَّاعَةُ حَتَّى يَتَقَارَبَ الزَّمَانُ، فَتَكُونَ السَّنَةُ كَالشَّهْرِ، وَيَكُونَ الشَّهْرُ كَالْجُمُعَةِ، وَتَكُونَ الْجُمُعَةُ كَالْيَوْمِ، وَيَكُونَ الْيَوْمُ كَالسَّاعَةِ، وَتَكُونَ السَّاعَةُ كَاحْتِرَاقِ السَّعَفَةِ الْخُوصَةُ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 10943]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી સમય નજીક ન થઈ જાય (કયામતની નજીક) વર્ષ એક મહિના બરાબર, મહિનો એક સપ્તાહ બરાબર અને એક સપ્તાહ એક દિવસ બરાબર થઈ જશે, તેમજ એક દિવસ એક કલ્લાક બરાબર થઈ જશે, અને એક કલ્લાક અર્થાત્ એક ઘડી આગના તણખા બરાબર થઈ જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 10943]
આ હદીષમાં નબી ﷺ કયામતની નિશાનીઓ વિશે જણાવ્યું કે સમય નજીક આવી જશે, તો એક વર્ષ એવી રીતે પસાર થઈ થશે જેમકે એક મહિનો થયો હોય, અને એક મહિનો એવી રીતે પસાર થશે જેમકે એક સપ્તાહ પસાર થયું હોય, અને એક અઠવાડીયું એવી રીતે પસાર થશે જેમકે એક દિવસ પસાર થયો હોય, અને એક દિવસ એક કલ્લાક અર્થાત્ એક ઘડીની માફક પસાર થશે, અને એક ઘડી પણ એટલી ઝડપથી પસાર થશે જેમકે ખજૂરના વૃક્ષનું સૂકું પાંદડું બળી જાય છે.