عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ تَقُومُ السَّاعَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا، فَإِذَا طَلَعَتْ فَرَآهَا النَّاسُ آمَنُوا أَجْمَعُونَ، فَذَلِكَ حِينَ: {لاَ يَنْفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ، أَوْ كَسَبَتْ فِي إِيمَانِهَا خَيْرًا} [الأنعام: 158] وَلَتَقُومَنَّ السَّاعَةُ وَقَدْ نَشَرَ الرَّجُلاَنِ ثَوْبَهُمَا بَيْنَهُمَا فَلاَ يَتَبَايَعَانِهِ، وَلاَ يَطْوِيَانِهِ، وَلَتَقُومَنَّ السَّاعَةُ وَقَدِ انْصَرَفَ الرَّجُلُ بِلَبَنِ لِقْحَتِهِ فَلاَ يَطْعَمُهُ، وَلَتَقُومَنَّ السَّاعَةُ وَهُوَ يَلِيطُ حَوْضَهُ فَلاَ يَسْقِي فِيهِ، وَلَتَقُومَنَّ السَّاعَةُ وَقَدْ رَفَعَ أَحَدُكُمْ أُكْلَتَهُ إِلَى فِيهِ فَلاَ يَطْعَمُهَا».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે કયામતની મોટી નિશાનીઓ માંથી એક એ પણ કે સૂર્ય પૂર્વ દિશા માંથી નિકળવાને બદલે પશ્ચિમ માંથી નીકળશે, દરેક લોકો તેને જોઇ લે શે અને દરેલ લોકો ઈમાન લઈ આવશે, તે સમયે કાફિરનું ઈમાન લાવવું કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે, ન તો કોઈ નેક અમલ ફાયદો પહોંચાડશે અને ન તો કોઈનું તૌબા કરવું ફાયદો પહોંચાડશે. ફરી નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે કયામત અચાનક કાયમ થઈ જશે, કયામત આવી જશે અહીં સુધી કે લોકો પોતાના રોજિંદા જીવનના કાર્યોમાં વ્યસ્ત હશે; હજુ તો કપડાંની લે-વેચ કરનાર વેપારી કપડું ફેલાવી બેઠા હશે, તેણે તે કપડું વેચ્યું પણ નહીં હોય અને હજુ સમેટ્યું પણ નહીં હોય કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવશે હજુ તે તેને પી પણ નહીં શકે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એક વ્યક્તિ પોતાનો હોઝ સાફ કરી રહ્યો હશે હજુ તેણે તેમાં પાણી ભર્યું જ હશે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે ખાવા માટે માનવીએ એક લુકમો પોતાના મોઢા તરફ ઉઠાવ્યો હશે પરંતુ તે લુકમો ખાઈ નહીં શકે, અને અચાનક કયામત કાયમ થઈ જશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામ લાવવું અને તૌબા કરવી ત્યાં સુધી ફાયદાકારક રહેશે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે.
  2. આ હદીષમાં ઈમાન અને સત્કાર્યો વડે કયામતની તૈયારી કરવા પ્રત્યે ધ્યાન આપ્યું છે, કારણકે કયામત અચાનક કાયમ થઈ જશે.
વધુ