કેટેગરીઓ:
+ -


____

[] - []
المزيــد ...

અબૂ અમ્ર -અને કહેવામાં આવ્યું કે અબૂ અમરહ- સુફયાન બિન્ન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 21]

સમજુતી

સહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મને બીજાને પૂછવાની જરૂર ન પડે? નબી ﷺ એ કહ્યું: કહો: હું અલ્લાહને એક જ માનું છું તેના પર ઈમાન લાવું છું કે તે મારો પાલનહાર છે, મારો ઇલાહ છે, મારુ સર્જન કરનાર છે, તે જ સાચો ઈબાદતનો હક ધરાવે છે, તેનો કોઈ ભાગીદાર નથી, પછી તે તેની ઈતાઅત કરતા, અલ્લાહના ફર્ઝ અમલ પર અડગ રહે છે અને તેણે રોકેલા હરામ કામોથી તે બચીને રહે છે.

હદીષથી મળતા ફાયદા

  1. દીનનું મૂળ અલ્લાહના રબ હોવા પર તેના મઅબુદ હોવા પર અને તેના પવિત્ર નામો અને ગુણો પર ઈમાન ધરાવવા પર છે.
  2. ઇમાનનો સ્વીકાર કર્યા પછી, ઈબાદતમાં એકાગ્રતા, અને તેના પર સાબિત રહેવાની મહત્ત્વતા.
  3. અમલ કબૂલ થવા માટે ઈમાન શરત છે.
  4. અલ્લાહ પર ઈમાનમાં તે દરેક વાતોનો સમાવેશ થાય છે, કે ઈમાનને તેના સંપૂર્ણ નિયમો અને લાક્ષણિકતાઓ જે જબાન વડે કહવામાં આવે છે અને જે કાર્યો દિલ વડે કરવામાં આવે છે, અને અલ્લાહ માટે જાહેર અને બાતિન દરેક સ્થિતિમાં અને સમયે નમી જવું.
  5. પ્રામાણિકતા એ માર્ગને વળગી રહેવું છે, ફરજો બજાવીને અને નિષેધનો ત્યાગ કરીને.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy الفولانية ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch اليونانية الأكانية الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ