عَنْ أَبِي عَبْدِ اللَّهِ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ الْأَنْصَارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَرَأَيْتَ إِذَا صَلَّيْتُ المَكْتُوبَاتِ، وَصُمْتُ رَمَضَانَ، وَأَحْلَلْتُ الحَلَالَ، وَحَرَّمْتُ الحَرَامَ، وَلَمْ أَزِدْ عَلَى ذَلِكَ شَيْئًا، أَأَدْخُلُ الجَنَّةَ؟ قَالَ: «نَعَمْ».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 22]
المزيــد ...
અબૂ અબ્દુલ્લાહ જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું, અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ તરીકો મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 22]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.