عَنْ أَبِي مَالِكٍ الحَارِثِ بْنِ عَاصِمٍ الأَشْعَرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الطُّهُورُ شَطْرُ الْإِيمَانِ، وَالْحَمْدُ لِلهِ تَمْلَأُ الْمِيزَانَ، وَسُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلهِ تَمْلَآنِ -أَوْ تَمْلَأُ- مَا بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، وَالصَّلَاةُ نُورٌ، وَالصَّدَقَةُ بُرْهَانٌ، وَالصَّبْرُ ضِيَاءٌ، وَالْقُرْآنُ حُجَّةٌ لَكَ أَوْ عَلَيْكَ، كُلُّ النَّاسِ يَغْدُو، فَبَايِعٌ نَفْسَهُ فَمُعْتِقُهَا أَوْ مُوبِقُهَا»
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 23]
المزيــد ...
અબૂ માલિક હારિષ બિન્ આસિમ અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પાકી (સ્વચ્છતા) ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, નમાઝ પ્રકાશ છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવુ તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાની આત્માને વેચે છે, ફરી તે પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે, અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 23]
આ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું: જાહેર સ્વછતા તે વઝૂ અને ગુસલ દ્વારા પ્રાપ્ત થાય છે, તે નમાઝ માટેની શરત છે. અને નબી ﷺ એ કહ્યું: "અલ્ હમ્દુ લિલ્લાહ ત્રાજવાને ભરી દે છે" આ શબ્દ દ્વારા અલ્લાહના વખાણ થાય છે અને આ શબ્દ અલ્લાહના ઉચ્ચ ગુણો માંથી એક છે, જ્યારે કયામતના દિવસે ત્રાજવામાં આ શબ્દનું વજન કરવામાં આવશે તો આ શબ્દ ત્રાજવાને ભરી દેશે. અને નબી ﷺ એ કહ્યું: "સબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ" આ બંને શબ્દોમાં અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી મુક્ત વર્ણન કરવામાં છે, અને તેના સંપૂર્ણ કમાલને વર્ણન કરે છે, જે તેની શાનને લાયક છે, મહાનતા અને મોહબ્બતની સાથે, આ બંને શબ્દો આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે. અને નબી ﷺ એ કહ્યું: "નમાઝ નૂર છે" બંદા માટે તેના દિલમાં, તેના ચહેરામાં, તેની કબરમાં અને કયામતના દિવસે. અને નબી ﷺ એ કહ્યું: "સદકો એક પુરાવો છે" તે તેના સાચા ઈમાનની દલીલ છે, તેના દ્વારા મોમિન અને મુનફિક વચ્ચે તફાવત થાય છે, કે મુનાફિક સદકો નથી આપતો અને અલ્લાહે આપેલ વચન પર ભરોસો નથી કરતો. અને નબી ﷺ એ કહ્યું: " સબર એક પ્રકાશ છે" અને તે પોતાના નફસને તકલીફ અને પરેશાનીના સમયે રોકવાનું નામ છે, સબર એક એવું નૂર છે જેના દ્વારા એવી ગરમી પ્રાપ્ત થાય છે, જેવી કે સૂરજની ગરમી; કારણકે તે મુશ્કેલ કાર્ય છે અને તેના માટે મહેનત અને પોતાની મનેચ્છાઓને રોકવાની જરૂરત હોય છે, સબર કરવાવાળા વ્યક્તિને એવું માર્ગદર્શન મળે છે કે તે દરેક સ્થિતિમાં સવાબ પ્રપ્ત કરે છે, અને તે સબર અલ્લાહની આજ્ઞાનું પાલન કરી અને તેની અવજ્ઞાથી બચીને કરવામાં આવે, અને અલગ અલગ પ્રકારની તકલીફો જે દુનિયામાં માનવીને આવે છે તેના પર સબર કરવી. અને નબી ﷺ એ કહ્યું: "કુરઆન તમારા માટે દલીલ છે" અર્થાત્ તેની તિલાવત કરી અને તેના પર અમલ કરીને, અથવા "તમારા વિરુદ્ધ પુરાવો છે" તેની તિલાવત કરવાનું છોડીને અને તેના પર અમલ કરવાનું છોડીને. ફરી નબી ﷺ એ ખબર આપી કે દરેક લોકો પોતાની ઘરેથી ઊઠીને દોડે છે, ફેલાઈ જાય છે, અર્થાત્ મહેનત કરે છે, પોતાના અલગ અલગ કાર્યો કરવા માટે, બસ તેમાંથી કેટલાક અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરી પોતાને જહન્નમથી બચાવી લે છે, અને કેટલાક તો અલ્લાહની આજ્ઞા કરવાથી ફરી જાય છે અને ગુનાહોમાં સપડાઈ જાય છે, તો અલ્લાહ તેમને જહન્નમમાં દાખલ કરી નષ્ટ કરી દે છે.