عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«كُلُّ سُلَامَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ تَعْدِلُ بَيْنَ الِاثْنَيْنِ صَدَقَةٌ، وَتُعِينُ الرَّجُلَ فِي دَابَّتِهِ فَتَحْمِلُهُ عَلَيْهَا أَوْ تَرْفَعُ لَهُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ، وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ، وَكُلُّ خُطْوَةٍ تَمْشِيهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ، وَتُمِيطُ الأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ».
[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 26]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«પ્રત્યેક દિવસ જેમાં સૂર્ય ઉગે છે, માનવીના દરેક જોડકા પર સદકો કરવો જરૂરી છે, તમારા બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો સદકો છે, કોઈ વ્યક્તિને પોતાની સવારી પર બેસાડવો, તેમજ કોઈનો સામાન ઉઠાવવામાં મદદ કરવી તે પણ સદકો ગણવામાં આવશે, સારી વાત કરવી પણ સદકો છે, નમાઝ તરફ જતા દરેક ડગલાં સદકા ગણવામાં આવશે અને રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુને હટાવવી પણ સદકો ગણવામાં આવશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 26]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું કે દરેક મુસલમાન પર દરરોજ તેના શરીરમાં રહેલ જોડ પ્રમાણે આફિયત અને આભાર વ્યક્ત કરતા અલ્લાહ માટે નફિલ સદકો કરવો જરૂરી છે, અને તેના હાડકાને જાળવી રાખવા તેમજ તેને મજબૂત કરવા માટે જોડ બનાવ્યા છે, અને ખરેખર આ સદકો દરેક પ્રકારના સારા કાર્યો પર આધારિત હોય છે, ફક્ત માલ ખર્ચ કરવા પર આધારિત નથી હોતો, જેમકે: બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો અથવા બે ઝઘડો કરનારની વચ્ચે સમાધાન કરાવવું સદકો છે, કોઈ નિરાધાર વ્યક્તિને પોતાની સવારી વડે મદદ કરવી, તેને સવારી અપાવી અથવા તેનો સામાન ઉઠાવવો પણ સદકાનું કામ છે, સારી વાત કરવી, દરેકને સારા શબ્દો વડે બોલાવવા, અથવા દુઆ આપવી અથવા સલામ કરવું વગેરે પણ સદકો છે, નમાઝ માટે ચાલતા દરેક ડગલાં પણ સદકો છે, રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓ હટાવવી પણ સદકો છે.