عَنْ أَبِي نَجِيحٍ العِرْبَاضِ بْنِ سَارِيَةَ رضي الله عنه قَالَ: وَعَظَنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَوْعِظَةً وَجِلَتْ مِنْهَا القُلُوبُ، وَذَرَفَتْ مِنْهَا العُيُونُ، فَقُلْنَا: يَا رَسُولَ اللهِ! كَأَنَّهَا مَوْعِظَةُ مُوَدِّعٍ؛ فَأَوْصِنَا، قَالَ:
«أُوصِيكُمْ بِتَقْوَى اللَّهِ، وَالسَّمْعِ وَالطَّاعَةِ، وَإِنْ تَأَمَّرَ عَلَيْكُمْ عَبْدٌ، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُمْ بَعْدِي فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا، فَعَلَيْكُمْ بِسُنَّتِي وَسُنَّةِ الخُلَفَاءِ الرَّاشِدِينَ المَهْدِيينَ، عَضُّوا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُحْدَثَاتِ الأُمُورِ؛ فَإِنَّ كُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».
[صحيح] - [رواه أبو داود والترمذي] - [الأربعون النووية: 28]
المزيــد ...
અબૂ નજીહ ઇરબાઝ બિન્ સારિયહ રઝી અલ્લાહુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને એક એવી નસિંહત કરી, જેનાથી અમારા હૃદયો ધ્રુજી ગયા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તો અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! આ એક વિદાય લેતા વ્યક્તિની સલાહ સૂચન હોય એમ લાગે છે, કૃપા કરી અમને કોઈ વસિયત કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હું તમને અલ્લાહથી ડરવા, (શાસકની વાત) સાંભળવા, અને (તેમની) આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરું છું, ભલે ને તમારો શાસક કોઈ ગુલામ પણ કેમ ન હોય, (યાદ રાખો!) તમારા માંથી જે (મારા પછી) જીવિત રહેશે તે ખરેખર ખૂબ વિવાદ જોશે, તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની સુન્નતનું પાલન કરજો તેને મજબૂતી સાથે પકડી રાખજો, અને દીનના નામે નવી નવી વસ્તુઓ આવિષ્કાર કરવાથી બચીને રહેજો; કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [الأربعون النووية - 28]
આ હદીષમાં નબી ﷺ એ સહાબાઓને અસરકારક નસીહત કરી, જેના કારણે દિલ નરમ પડી ગયા અને આંખો માંથી આંસુ આવી ગયા, સહાબાઓએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, જ્યારે તેમણે જોયું કે નબી ﷺ ની નસીહતમાં વ્યાપક શબ્દો અને ગંભીર સ્થિતિ જોવા મળી, એટલા માટે તે લોકોએ વસિયત તલબ કરી, જેથી તેમના પછી તેઓ તેના પર અડગ રહી શકે, નબી ﷺ એ કહ્યું: હું તમને અલ્લાહના તકવાની વસિયત કરું છું, અને તે એ કે તેના અનિવાર્ય કામોને કરવામાં આવે અને અવેદ્ય કામોને છોડી દેવામાં આવે. ઈતાઅત અને અનુસરણ: અર્થાત્: અમીરો અને હોદ્દેદારોનું અનુસરણ, ભલેને તમારો હોદ્દેદાર અથવા તમારો જવાબદાર એક ગુલામ જ કેમ ન હોય, અર્થાત્ તમારા પર એક તુચ્છ ગુલામ જ જવાબદાર હોય, તમે તેની અવજ્ઞા નથી કરી શકતા, પરંતુ તમારે તેની ઈતાઅત અને અનુસરણ કરવું પડશે, ભ્રષ્ટાચાર ઉભો ના થાય તેના માટે, કારણકે તમારા પછી તમે ઘણા વિવાદ જોવાનો છો, ત્યારબાદ આ વિવાદથી નીકળવાનો માર્ગ બતાવ્યો, અને તે માર્ગ એ હતો કે અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત અને માર્ગદર્શિત ખુલફાએ રાશિદીન, અબૂ બકર સિદ્દીક, ઉમર બિન ખત્તાબ, ઉષ્માન બિન અફ્ફાન, અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુમ ના તરીકા પર મજબૂતી સાથે અડગ રહેવું, અને તેને પોતાના દાતો વડે મજબૂતી સાથે પકડી રાખો, -નોકીલા દાતો વડે-: આ ઉદાહરણ દ્વારા મજબૂતી સાથે સુન્નત પર અડગ રહેવાનું કહ્યું છે, અને તેમને દીનમાં નવી વાતો અને બિદઅતથી બચવાની ચેતવણી આપી, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતાના માર્ગ તરફ લઈ જાય છે.