عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْت يَا رَسُولَ اللَّهِ! أَخْبِرْنِي بِعَمَلٍ يُدْخِلُنِي الجَنَّةَ وَيُبَاعِدْنِي مِنْ النَّارِ، قَالَ:
«لَقَدْ سَأَلْتَ عَنْ عَظِيمٍ، وَإِنَّهُ لَيَسِيرٌ عَلَى مَنْ يَسَّرَهُ اللَّهُ عَلَيْهِ: تَعْبُدُ اللَّهَ لَا تُشْرِكُ بِهِ شَيْئًا، وَتُقِيمُ الصَّلَاةَ، وَتُؤْتِي الزَّكَاةَ، وَتَصُومُ رَمَضَانَ، وَتَحُجُّ البَيْتَ، ثُمَّ قَالَ: أَلَا أَدُلُّكَ عَلَى أَبْوَابِ الخَيْرِ، الصَّوْمُ جُنَّةٌ، وَالصَّدَقَةُ تُطْفِئُ الْخَطِيئَةَ كَمَا يُطْفِئُ المَاءُ النَّارَ، وَصَلَاةُ الرَّجُلِ مِنْ جَوْفِ اللَّيْلِ، ثُمَّ تَلَا: {تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} حَتَّى {بَلَغَ يَعْمَلُونَ}، ثُمَّ قَالَ: أَلَا أُخْبِرُك بِرَأْسِ الأَمْرِ وَعَمُودِهِ وَذِرْوَةِ سَنَامِهِ، فَقُلْتُ: بَلَى يَا رَسُولَ اللَّهِ، قَالَ: رَأْسُ الأَمْرِ الإِسْلَامُ، وَعَمُودُهُ الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ، ثُمَّ قَالَ: أَلَا أُخْبِرُك بِمِلَاكِ ذَلِكَ كُلِّهِ، فقُلْت: بَلَى يَا رَسُولَ اللَّه! فَأَخَذَ بِلِسَانِهِ وَقَالَ: كُفَّ عَلَيْك هَذَا، قُلْت: يَا نَبِيَّ اللَّهِ! وَإِنَّا لَمُؤَاخَذُونَ بِمَا نَتَكَلَّمُ بِهِ، فَقَالَ: ثَكِلَتْكَ أُمُّكَ وَهَلْ يَكُبُّ النَّاسَ عَلَى وُجُوهِهِمْ أَوْ قَالَ عَلَى مَنَاخِرِهِمْ إلَّا حَصَائِدُ أَلسِنَتِهِمْ»!
[صحيح] - [رواه الترمذي] - [الأربعون النووية: 29]
المزيــد ...
મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ જણાવો, જે મને જન્નતમાં દાખલ કરી દે અને જહન્નમથી દૂર કરી દે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે એક અગત્યની બાબત વિષે સવાલ કર્યો છે, પરંતુ આ તે વ્યક્તિ માટે સરળ છે, જેના માટે અલ્લાહ સરળ બનાવી દે: અલ્લાહની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને જન્નતનો દ્વાર ન બતાવું? રોઝો (જહન્નમથી બચાવ માટે) સ્ત્રોત છે, સદકો ગુનાહોને એવી રીતે ખત્મ કરી દે છે, જે રીતે પાણી આગને ઓલવી નાખે છે, અને વ્યક્તિનું રાત્રે ઉઠી નમાઝ પઢવું, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત તિલાવત કરી: (તેમના પહેલું પથારીથી દૂર રહે છે) અહીં સુધી આયત (જે કંઈ કરતા હતા તેનો બદલો તેમને જરૂર મળશે), પછી કહ્યું: શું હું તમને દીનનું મળ્યું, તેનુ પિલર અને તેની બુલંદી વિશે ન જણાવું? મેં કહ્યું જરૂર જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનનું મૂળ્યું ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેની બુલંદી જિહાદ છે, પછી કહ્યું: શું હું તમને આ દરેક અમલનું મૂળ ન બતાવું? મેં કહ્યું કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની જીભ પકડી અને કહ્યું: આને કાબુમાં રાખો, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે જે જબાન વડે વાત કરીએ છીએ, શું તેના વિશે પણ અમારી પકડ થશે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તારી માતા તને ગુમ કરે, લોકોને (જહન્નમમાં) તેમના ચહેરા પર અથવા કહ્યું: ઊંધા તેમને તેમની જબાનની કમાણીના કારણે જ ફેંકવામાં આવશે»!
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [الأربعون النووية - 29]
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક સફરમાં હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! તમે મને એક એવો અમલ જણાવો, જેના કારણે હું જન્નતમાં દાખલ થઈ જાઉં અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, ઇસ્લામની જરૂરી કાર્યો પુરા કરો:
પહેલું: ફક્ત એક અલ્લાહની ઈબાદત, અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.
બીજું: રાત દિવસમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદી સાથે પઢો: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા, નમાઝને તેની સંપૂર્ણ શરતો, તેના અરકાન સાથે પઢવામાં આવે.
ત્રીજું: ફર્ઝ ઝકાત કાઢવામાં આવે, અને આ માલ પ્રત્યે કરવામાં આવતી ઈબાદત છે, શરીઅતે નક્કી કરેલ માલનું પ્રમાણ અને તેની હદ સુધી પહોંચી જાય, તો તે માલને તેના હકદારો સુધી પહોંચાડવામાં આવે.
ચોથું: રમઝાનના રોઝા, સૂર્યોદય થી લઈ કે સૂર્યાસ્ત સુધી ઈબાદતની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું.
પાંચમું: અલ્લાહની ઈબાદત માટે હજના કાર્યો અદા કરવા માટે હજની નિયત કરી મક્કાહ જવું.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને ભલાઈના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ ન બતાવું? તે દ્વાર ફર્ઝ ઈબાદતો સાથે નફીલ ઈબાદતો કરી મેળવી શકે છે:
પહેલું: નફીલ રોઝા, જે ગુનાહ કરવાથી બચાવે છે, એવી જ રીતે મનેચ્છાઓને કાબુમાં રાખે છે અને શક્તિમાં વધારો કરે છે.
બીજું: નફીલ સદકો, ગુનાહ કર્યા પછી સદકો તેને મિટાવી દે છે, તેના અસરને પણ ખતમ કરે છે.
ત્રીજું: રાતના છેલ્લા પહોરે ઉઠી નમાઝ પઢવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત પઢી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તેમના પડખા અળગા રહે છે} અર્થાત્ દૂર રહે છે {તેમની પથારીથી} અર્થાત્ તેઓ જાગે છે, {પોતાના પાલનહારને પોકારે છે} નમાઝ, ઝિક્ર, તિલાવત અને દુઆ જેવી ઈબાદતો કરે છે, {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} કયામતના દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપી અને નેઅમતો આપી, {જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને દીનની મૂળ વાતો ન જણાવું? અને તેનો પાયો જેના પર તેનો આધાર છે? અને તેની ચોટી વિશે પણ?
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનની મૂળ વાત શહાદતૈન છે, જે વ્યક્તિ ગવાહી આપશે તે દીન સાથે જોડાશે. તેનું પિલર: નમાઝ, નમાઝ વગર ઇસ્લામ નથી, જેવી રીતે પિલર વગર ઘરનો વિચાર અશક્ય છે એવી જ રીતે નમાઝ વગર ઇસ્લામનો વિચાર નથી, જે નમાઝ પઢશે, તે પોતાના દીન બાબતે અને દરજ્જા બાબતે મજબૂત રહેશે; દીનની ચોટી અને બુલંદી જિહાદ (યુદ્ધ) છે, અલ્લાહના કલિમાને બુલંદ કરવા માટે દીન પ્રત્યે દુશ્મની કરનાર વિરુદ્ધ જિહાદ (યુદ્ધ) કરવું.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને વર્ણવેલ ઈબાદતોની સચોટતા અને સપૂર્ણતા વિશે ન જણાવું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: આને રોકી લો અને એવી વાત ન કહેશો જેનો તમારી સાથે કોઈ સબંધ નથી. મુઆઝ રઝી અલલ્હું અન્હુએ કહ્યું: શું અમારો પાલનહાર જે કંઈ અમે બોલીએ છીએ તે દરેક વસ્તુની પકડ કરશે અને હિસાબ કરશે?!
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે મુઆઝ! તમારી માતા તમને ગુમ કરે! આ શબ્દો બદ્ દુઆ માટે ન હતા, પરંતુ તે અરબની કહેવતો માંથી એક કહેવત છે, જે કોઈને ચેતવણી આપવા માટે કહેવામાં આવતી, જેથી તે બાબતે તે સચેત થાય અને ધ્યાન આપે, પછી કહ્યું: લોકોને તેમને તેમની જબાનના કારણે જહન્નમમાં ઊંધા મોઢે નાખવામાં આવશે, જબાન વડેથી કુફ્ર, પાકબાઝ સ્ત્રી પર આરોપ, ગાળો, ગિબત, ચાડી અને નિંદા જેવી વસ્તુઓના કારણે.