કેટેગરીઓ:
+ -

عَنْ أَبِي سَعِيدٍ سَعْدِ بْنِ مَالِكِ بْنِ سِنَانٍ الخُدْرِيّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا ضَرَرَ وَلَا ضِرَارَ».

[حسن] - [رواه ابن ماجه، والدارقطني، وغيرهما مسندًا] - [الأربعون النووية: 32]
المزيــد ...

અબૂ સઇદ સઅદ બિન્ માલિક બિન્ સિનાન ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».

[હસન] - [رواه ابن ماجه والدارقطني وغيرهما مسندًا] - [الأربعون النووية - 32]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ન તો પોતાને નુકસાન પહોંચાડવું જાઈઝ છે અને ન તો બીજા કોઈનું નુકસાન કરવું જાઈઝ છે, પોતે પોતાને નુકસાન કરવાથી બચવું જોઈએ અને બીજાને પણ નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ, બન્ને વાતો જાઈઝ (માન્ય) નથી. કોઈના માટે પણ નુકસાનના બદલે નુકસાન પહોંચાડવું જાઈઝ નથી; કારણકે નુકસાનને નુકસાનથી દૂર નથી કરી શકતા, ફક્ત કિસાસ (બદલા) રૂપે, અને તે પણ તે વખતે જાઈઝ છે કે અત્યાચાર કરવામાં ન આવે.

હદીષથી મળતા ફાયદા

  1. બરાબર કરતા વધારે બદલો લેવા પર રોક.
  2. અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ નો આદેશ નથી આપ્યો.
  3. આ હદીષ નુકસાન બાબતે એક મૂળ કાયદો ધરાવે છે, નુકસાન વાતો દ્વારા હોય અથવા કર્મથી અથવા તેને છોડીને.
  4. શરીઅતનો મૂળ કાયદો: શરીઅત નુકસાન પહોંચાડવાનો યોગ્ય નથી સમજતી, અને નુકસાન પહોંચાડવાનો ઇન્કાર કરે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الليتوانية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ