عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَقُولُ اللهُ عَزَّ وَجَلَّ: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي، وَأَنَا مَعَهُ حِينَ يَذْكُرُنِي، فَإِنْ ذَكَرَنِي فِي نَفْسِهِ ذَكَرْتُهُ فِي نَفْسِي، وَإِنْ ذَكَرَنِي فِي مَلَإٍ ذَكَرْتُهُ فِي مَلَإٍ خَيْرٍ مِنْهُ، وَإِنِ اقْتَرَبَ إِلَيَّ شِبْرًا، تَقَرَّبْتُ إِلَيْهِ ذِرَاعًا، وَإِنِ اقْتَرَبَ إِلَيَّ ذِرَاعًا، اقْتَرَبْتُ إِلَيْهِ بَاعًا، وَإِنْ أَتَانِي يَمْشِي أَتَيْتُهُ هَرْوَلَةً».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2675]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2675]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ કહ્યું:
હું બંદા વિષે તેના વિચાર પ્રમાણે અભિપ્રાય રાખું છું, તેથી હું બંદા સાથે તેના વિચારધારાઓ પ્રમાણે જ વ્યવહાર કરું છું, જો તે માફી અને આશાની ઉમ્મીદ રાખે તો હું પણ તેની સાથે તે જ કરીશ, જે તે મારા પ્રત્યે અભિપ્રાય રાખશે, ભલેને તે સારો હોય કે અન્ય કોઈ, અને જો તે મને યાદ કરશે, તો હું તેની સાથે મદદ, તૌફીક, માર્ગદર્શન અને તેની સુરક્ષા સાથે વર્તન કરીશ.
બસ જે વ્યક્તિ પોતાના મનમાં અને એકાંતમાં મારી પવિત્રતા અને મારા ઇલાહ હોવાને યાદ કરશે, તો હું પણ તેને મારા મનમાં યાદ કરીશ.
અને જો તે મને કોઈ બેઠકમાં યાદ કરશે; તો હું તેને તેના કરતાં વધુ શ્રેષ્ઠ બેઠકમાં તેણે યાદ કરીશ.
અને જે વ્યક્તિ એક વેંત બરાબર મારી નિકટતા પ્રાપ્ત કરશે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવીશ.
અને જો તે એક હાથ બરાબર મારી નજીક આવશે તો હું બંને હાથ ફેલાવવા બરાબર તેની નજીક આવીશ.
અને જો તે મારી પાસે ચાલીને આવશે તો હું તેની પાસે દોડીને આવીશ.
બસ જ્યારે બંદો પોતાના પાલનહારના અનુસરણ દ્વારા તેની નિકટતા પ્રાપ્ત કરે છે, તો પાલનહાર તેના કાર્યોના બદલામાં તેની નજીક આવે છે, અને કાર્યોનો બદલો તેના પ્રમાણે જ આપવામાં આવે છે.
બંદાની બંદગી જેટલી વધારે હશે તે તેનાથી એટલો જ નજીક હશે, અને અલ્લાહની કૃપા બંદાના કાર્યો અને મહેનત કરતાં ખૂબ જ વધારે છે, મુખ્ય વાત એ છે કે અલ્લાહનો સવાબ અમલની ગુણવત્તા અને ગણતરી પ્રમાણે હોય છે.
બસ મોમિન અલ્લાહ પ્રત્યે સારું અનુમાન રાખે છે, અને સત્કાર્યો કરે છે, ઉતાવળ કરે છે, અને ખૂબ જ વધારે કાર્યો કરે છે અહીં સુધી કે તેની મુલાકાત તેની સાથે થઈ જાય.