عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ مَا النَّجَاةُ؟ قَالَ: «امْلِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2406]
المزيــد ...
ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2406]
ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દુનિયા અને આખિરતમાં છૂટકારો પ્રાપ્ત કરવા બાબતે સવાલ કર્યો?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે ત્રણ કામ કરો:
પહેલું: પોતાની જુબાનને તે દરેક વસ્તુથી બચાવો જેમાં ભલાઈ ન હોય, દરેક પ્રકારની બુરાઈથી બચો અને સારી વાત સિવાય બીજું કઈ ન બોલો.
બીજું: પોતાના ઘરમાં રહો, જેથી તમે એકાંતમાં અલ્લાહની ઈબાદત કરો, અને અલ્લાહના અનુસરણમાં વ્યસ્ત રહો, અને પોતાના ઘરમાં રહીને ફિતનાથી દૂર રહો.
ત્રીજું: પોતાના ગુનાહો પર પસ્તાવો કરો, તૌબા કરો અને રડો.