હદીષનું અનુક્રમણિકા

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો
عربي અંગ્રેજી ઉર્દુ
કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ આ શબ્દો કહી કસમ ખાધી, કે લાત અને ઉઝ્ઝાની કસમ, તે લા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) કહે, અને જે વ્યક્તિએ પોતાના સાથીને કહ્યું કે આઓ આપણે જુગાર રમીએ, તો તે સદકો કરે
عربي અંગ્રેજી ઉર્દુ
મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે
عربي અંગ્રેજી ઉર્દુ
આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે
عربي અંગ્રેજી ઉર્દુ
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ