+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ حَلَفَ فَقَالَ فِي حَلِفِهِ: وَاللَّاتِ وَالعُزَّى، فَلْيَقُلْ: لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَمَنْ قَالَ لِصَاحِبِهِ: تَعَالَ أُقَامِرْكَ، فَلْيَتَصَدَّقْ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4860]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«જે વ્યક્તિએ આ શબ્દો કહી કસમ ખાધી, કે લાત અને ઉઝ્ઝાની કસમ, તે લા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) કહે, અને જે વ્યક્તિએ પોતાના સાથીને કહ્યું કે આઓ આપણે જુગાર રમીએ, તો તે સદકો કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4860]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાથી રોક્યા છે; કારણકે મોમિન અલ્લાહ સિવાય અન્યની કસમ ખાતો નથી, અને જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાઈ, ઉદાહરણ તરીકે: લાત અને ઉઝ્ઝાની કસમ, તે બંને મૂર્તિઓ હતી, જેની લોકો અજ્ઞાનતાના સમયે ઇસ્લામ પહેલા પૂજા કરતાં હતા, તો તેના માટે જરૂરી છે કે તે કહે: "લા ઇલાહ ઇલ્લલ્લાહ"(અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી), શિર્કથી પાક થવાના કારણે, અને અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાના કફ્ફારા (પ્રાયશ્ચિત) રૂપે.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સાથીને કહે: આઓ આપણે જુગાર રમીએ, એક, બે અથવા વધુ લોકો દરમિયાન રમવામાં આવતી હરામ રમત, જેમાં વિજય પ્રાપ્ત કરનાર વ્યક્તિ સંપૂર્ણ માલ લઈ જાય છે, અને તે દરેક માંથી એક પણ વ્યક્તિ ન તો માલ છોડે છે ન લઈ જાય છે, તો જે વ્યક્તિ લોકોને જુગાર રમવા પર ઉભારે તો તેણે એક હરામ કૃત્ય કર્યું, જેના પ્રાયશ્ચિત રૂપે તે સદકો કરે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ, તેના નામો અને ગુણો સિવાય અન્યની કસમ ખાવી જાઈઝ નથી.
  2. અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી હરામ છે, ભલેને તે મૂર્તિઓ જેમકે લાત અને ઉઝ્ઝાની કસમ ખાવામાં આવે, અથવા અમાનતની કસમ ખાવામાં આવે અથવા નબી વગેરેની કસમ ખાવી (પણ હરામ છે.)
  3. ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: કસમ મહાન ઇલાહ એટલે કે અલ્લાહની જ ખાવામાં આવે, બસ જે વ્યક્તિએ લાત અને તેના જેવી અન્ય વસ્તુની કસમ ખાઈ, તો તેણે કાફિરોનું અનુસરણ કર્યું, તો તેને આદેશ આપવામાં આવશે કે તૌહિદના કલિમા વડે પોતાની ઇસ્લાહ કરે.
  4. જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાઈ તેના પર કસમનો કફ્ફારો નથી પરંતુ તેને તૌબા કરવી જરૂરી છે; કારણકે તૌબા વગર અન્ય કોઈ વસ્તુ દ્વારા તેનો કફ્ફારો
  5. (પ્રાયશ્ચિત) થઈ નથી શકતું.
  6. દરેક પ્રકારના જુગાર હરામ છે, અને તે મયસીર (જુગાર) છે જેને અલ્લાહએ તેને શરાબ અને મૂર્તિઓ સાથે હરામ કર્યું છે.
  7. જો ગુનો થઈ જાય, તો તેને છોડવી જરૂરી છે.
  8. જે વ્યક્તિ ગુનાહમાં સપડાય જાય તો તેણે તરત જ સત્કાર્યો કરવા જોઇએ; કારણકે નેકીઓ ગુનાહોને ખતમ કરી દે છે.
વધુ