عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّهَا قَالَتْ:
مَا خُيِّرَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْنَ أَمْرَيْنِ إِلَّا أَخَذَ أَيْسَرَهُمَا، مَا لَمْ يَكُنْ إِثْمًا، فَإِنْ كَانَ إِثْمًا كَانَ أَبْعَدَ النَّاسِ مِنْهُ، وَمَا انْتَقَمَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِنَفْسِهِ إِلَّا أَنْ تُنْتَهَكَ حُرْمَةُ اللَّهِ، فَيَنْتَقِمَ لِلَّهِ بِهَا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3560]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં, અને અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ ક્યારે પણ પોતાન ફાયદા માટે કોઈની પાસે બદલો નથી લીધો, સિવાય એ કે જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી દે, તો અલ્લાહ માટે તેની પાસે બદલો લેતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3560]
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ નબી ﷺના કેટલાક આદર્શો વિષે જણાવ્યું કે જ્યારે પણ આપ ﷺને કોઈ બે વસ્તુ માંથી એક વસ્તુ પસંદ કરવી હોતી, તો સૌથી સરળ વસ્તુ પસંદ કરતાં, જ્યાં સુધી કોઈ સરળ કામમાં ગુનોહ ન હોતો, અને જો તેમાં કોઈ ગુનાહનું કોમ હોતું તેનાથી ખૂબ દૂર રહેતા અને તે સ્થિતિમાં કઠિન કાર્ય અપનાવતા. અને ક્યારેય પોતાન માટે કોઇની પાસેથી બદલો લીધો ન હતો, પરંતુ પોતાનો અધિકાર પણ છોડી દેતા હતા અને માફ કરી દેતા, પરંતુ જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદને વટાવી જતો, તો તેની પાસેથી અલ્લાહ માટે બદલો લેતા, અને તે સમયે અલ્લાહ માટે લોકો કરતાં સૌથી વધુ ગુસ્સે થતાં.