+ -

قال سعد بن هشام بن عامر -عندما دخل على عائشة رضي الله عنها-:
يَا أُمَّ الْمُؤْمِنِينَ، أَنْبِئِينِي عَنْ خُلُقِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: أَلَسْتَ تَقْرَأُ الْقُرْآنَ؟ قُلْتُ: بَلَى، قَالَتْ: فَإِنَّ خُلُقَ نَبِيِّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ الْقُرْآنَ.

[صحيح] - [رواه مسلم في جملة حديثٍ طويلٍ] - [صحيح مسلم: 746]
المزيــد ...

સઅદ બિન હિશામ બિન આમિર જ્યારે આયશ રઝી અલ્લાહુ અન્હા પાસે ગયા, તો કહ્યું:
હે મોમિનોની માતા ! અમને નબી ﷺ ના અખ્લાક વિશે જણાવો, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: શું તમે કુરઆન નથી પઢયું? તેમણે જવાબ આપ્યો: કેમ નહીં, જરૂર પઢયું છે, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ એલ લાંબી હદીષમાં એક વાક્ય વડે રિયાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 746]

સમજુતી

મોમિનો માતા આયશા રઝી અલ્લાહુ અન્હાને જ્યારે નબી ﷺ ના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો તો આયશા રઝી અલ્લાહુ અન્હા એ ખૂબ સારો જવાબ આપ્યો, તેણીએ સવાલ કરનારને કુરઆન તરફ ધ્યાન દોર્યું, જેમાં સપૂર્ણતાના દરેક ગુણોનો સમાવેશ થાય છે, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું કે નબી ﷺ ના અખ્લાક કુરઆન હતા, જે વસ્તુનો આદેશ કુરઆનમાં હતો તેને કરતા હતા અને જે વસ્તુથી કુરઆન રોકે તેનાથી રુકી જતા હતા, નબી ﷺ ના અખ્લાક કુરઆનના આદેશો પ્રમાણે હતા, તેમાં વર્ણવેલ હદ કાયમ કરવી, તેના અદબોનો આદર કરવો અને તેના ઉદાહરણો અને વર્ણવેલ કોમોના કિસ્સા પર ચિંતન મનન કરવું.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નબી ﷺ ના અખ્લાકનું વર્ણન કરી લોકોને કુરઆનના નૈતિક આદેશો અનુસાર અમલ કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.
  2. નબી ﷺ ના અખ્લાકની પ્રશંસા, અને તે વાતનો ઉલ્લેખ કે નબી ﷺ નો અખ્લાક અપનાવવાનો સ્ત્રોત કુરઆન હતો જે વહી દ્વારા અલ્લાહ તરફથી ઉતારવામાં આવ્યું છે.
  3. કુરઆન દરેક સારા અખ્લાકનું મૂળ છે.
  4. ઇસ્લામ દીનમાં અખ્લાક દરેક સારા કાર્યો કરવા અને ખરાબ કાર્યોથી બચીને રહેવાનું નામ છે.