عن أنس بن مالك رضي الله عنه قال:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَحْسَنَ النَّاسِ خُلُقًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2310]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2310]
નબી ﷺ અખ્લાક પ્રમાણે લોકોમાં સૌથી વધારે સંપૂર્ણ હતા, તેમજ દરેક સારા અખ્લાક અને ગુણોમાં સૌથી આગળ હતા, સારા અખ્લાક જેવા કે વાત કરવામાં વિનમ્રતા, લોકોને ભલાઈનો આદેશ આપવો, હસતા મોઢે મુલાકાત કરવામાં, લોકોને તકલીફ આપવાથી રુકી જવું અને આ પ્રમાણેના દરેક સારા અખ્લાકમાં આગળ હતા.