હદીષનું અનુક્રમણિકા

હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો)
عربي અંગ્રેજી ઉર્દુ
હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા
عربي અંગ્રેજી ઉર્દુ
મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા
عربي અંગ્રેજી ઉર્દુ
શું હું તમને દજ્જાલ વિષે એવી વાત ન જણાવું કે જે કોઈ નબી એ પોતાની કોમને જણાવી નથી? દજ્જાલ કાળો હશે, અને તે પોતાની સાથે જન્નત અને જહન્નમ જેવી વસ્તુ લઈને આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં
عربي અંગ્રેજી ઉર્દુ