+ -

عَن أَبي عَبْدِ اللهِ الْجَدَلِيِّ قَالَ: سَأَلْتُ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها عَنْ خُلُقِ رَسُولِ اللهِ صلى الله عليه وسلم فَقَالَتْ:
لَمْ يَكُنْ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا وَلَا صَخَّابًا فِي الْأَسْوَاقِ، وَلَا يَجْزِي بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُو وَيَصْفَحُ.

[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2016]
المزيــد ...

અબૂ અબ્દુલ્લાહ અલ્ જદલી રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કર્યો, તો તેમણે જવાબ આપ્યો:
ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2016]

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો, તેમણે કહ્યું: તેમના કાર્યો અને વાતો અશ્લીલ અને ખરાબ ન હતી, ન તો તેઓ ખરાબ વાત અથવા કાર્યોમાં સાથ આપતા હતા ન તો બજારમાં જોર જોરથી રાડો પાડતા અને ન તો બુરાઈનો બદલો બુરાઈ વડે લેતા, પરંતુ બુરાઈનો બદલો સારી રીતે લેતા, આંતરિક રીતે માફ કરી દેતા અને જાહેરમાં મોઢું ફેરવી લેતા.

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉચ્ચ અખ્લાક અને ખરાબ અખ્લાકથી દૂરીનું વર્ણન.
  2. સારા અખ્લાક અપનાવવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખરાબ અખ્લાકથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  3. ખરાબ વાતો તેમજ અશ્લિલ વાક્યો બોલાવાની સખત નિંદા કરવામાં આવી છે.
  4. અવાજ ઊંચો કરી રાડો પાડવી પણ નિંદનીય કાર્ય માંથી છે.
  5. માફ કરી અને દરગુજર કરી બુરાઈનો બદલો આપવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ફ્રેન્ચ રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ