+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَلاَ أُحَدِّثُكُمْ حَدِيثًا عَنِ الدَّجَّالِ، مَا حَدَّثَ بِهِ نَبِيٌّ قَوْمَهُ؟ إِنَّهُ أَعْوَرُ، وَإِنَّهُ يَجِيءُ مَعَهُ بِمِثَالِ الجَنَّةِ وَالنَّارِ، فَالَّتِي يَقُولُ إِنَّهَا الجَنَّةُ هِيَ النَّارُ، وَإِنِّي أُنْذِرُكُمْ كَمَا أَنْذَرَ بِهِ نُوحٌ قَوْمَهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3338]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«શું હું તમને દજ્જાલ વિષે એવી વાત ન જણાવું કે જે કોઈ નબી એ પોતાની કોમને જણાવી નથી? દજ્જાલ કાળો હશે, અને તે પોતાની સાથે જન્નત અને જહન્નમ જેવી વસ્તુ લઈને આવશે બસ જેને તે જન્નત કહેશે, તે જહન્નમ હશે, અને હું તમને તેનાથી એવી જ રીતે સચેત કરું છું જેવી રીતે નૂહ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) એ પોતાની કોમને સચેત કર્યા હતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3338]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના સહાબાઓને દજ્જાલના કેટલાક ગુણો અને તેની નિશાનીઓ વિષે જણાવ્યું, જેના વિષે કોઈ નબી એ પોતાની કોમને જણાવ્યું ન હતું:
દજ્જાલ કાળ્યો હશે.
અને અલ્લાહ તઆલા તેની સાથે બ્એ વસ્તુઓ રાખશે, જે લોકોને જન્નત અને જહન્નમ જેવી લાગશે.
પરંતુ તેની જન્નત જહન્નમ હશે અને જહન્નમ જન્નત હશે, અને જે તેનું અનુસરણ કરશે, તેને તે તેની જન્નત જેવી દેખાતી વસ્તુમાં દાખલ કરશે, પરંતુ તે ભળક્તી જહન્નમ હશે, અને જે તેની અવજ્ઞા કરશે, તેને તે તેની જહન્નમ જેવુ દેખાતી વસ્તુમાં દાખલ થશે, પરંતુ તે પવિત્ર જન્નત હશે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આપણને તેના ફિતનાથી એવી જ રીતે સચેત કર્યા, જેવી રીતે નૂહ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) એ પોતાની કોમને સચેત કર્યા હતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية Malagasy Oromo Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દજ્જાલનો ફિતનો ખૂબ જ મોટો હશે.
  2. દજ્જાલના ફિતનાથી નજાત મેળવવા માટે સાચું ઈમાન, અને અલ્લાહ પાસે આશરો માંગવો, અને નમાઝમાં છેલ્લા તશહ્હુદમાં અલ્લાહ પાસે તેના ફિતનાથી પનાહ માંગવી, અને સૂરે કહફની પહેલી દસ આયતો યાદ કરી તેને પઢતા રહેવું.
  3. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાની કોમેની નજાત માટે ખૂબ જ ચિંતિત હતા, એટલા માટે જ દાજ્જાલના એવી નિશાનીઓ પોતાની કોમને જાણવી, જે પેહલા કોઈ નબીએ જણાવી ન હતી.
વધુ