+ -

عن أبي هريرة رضي الله عنه أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:
«الرَّجُلُ عَلَى دِينِ خَلِيلِهِ، فَلْيَنْظُر أَحَدُكُم مَنْ يُخَالِل».

[حسن] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4833]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે».

[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4833]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વ્યક્તિ વ્યવહાર અને અખ્લાક બાબતે પોતાના મિત્ર જેવો હોય છે, અને સાચી મિત્રતા,અખ્લાક, વ્યવહાર અને અમલ પર અસર કરે છે, તેથી સારા મિત્ર અપનાવવા બાબતે માર્ગદર્શન આપ્યું, એટલા માટે કે દોસ્તી તેને ઇમાન, હિદાયત અને ભલાઈના કામો પર પ્રેણિત કરે છે, અને તે પોતાના દોસ્ત માટે મદદરૂપ સાબિત થાય છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية الصومالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સારા લોકોની સંગત અપનાવવી અને તેમને પસંદ કરવા તેમજ ખરાબ લોકોની સંગતથી દૂર રહેવું જોઈએ.
  2. તેણે સંબંધીઓને છોડીને દોસ્ત બનાવવા; કારણકે દોસ્ત તમે પોતે જ પસંદ કરતાં હોવ છો, ભાઈ અને સંબંધીઓની પસંદગી માટે તમને કોઈ અધિકાર નથી
  3. કોઈની સાથે મિત્રતા સોચો વિચાર કરીને કરવી જોઈએ.
  4. વ્યક્તિને પોતાના નેક મિત્રોના કારણે તેને દીન પ્રત્યે મજબૂત માર્ગદર્શન મળે છે, તેમજ દુષ્ટ મિત્રોના કારણે તે કમજોર અને પાછળ રહી જાય છે.
વધુ