+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ سِتٌّ» قِيلَ: مَا هُنَّ يَا رَسُولَ اللهِ؟، قَالَ: «إِذَا لَقِيتَهُ فَسَلِّمْ عَلَيْهِ، وَإِذَا دَعَاكَ فَأَجِبْهُ، وَإِذَا اسْتَنْصَحَكَ فَانْصَحْ لَهُ، وَإِذَا عَطَسَ فَحَمِدَ اللهَ فَسَمِّتْهُ، وَإِذَا مَرِضَ فَعُدْهُ وَإِذَا مَاتَ فَاتَّبِعْهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2162]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2162]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર છો અધિકારો છે: પહેલું: જ્યારે તેની સાથે મુલાકાત થાય, તો સલામ કરવું અને કહેવું: અસ્સલામુ અલયકુમ અને તે પણ સલામના શબ્દો દ્વારા જવાબ આપે: વઅલયકુમસ્ સલામ. બીજું: તે વલીમા વગેરેની દાવત આપે, તો તેનું આમંત્રણ સ્વીકારવું જોઇએ. ત્રીજું: જ્યારે તે સલાહ સૂચન માંગે, તો તેને યોગ્ય સલાહ આપવી, અને તેની ખુશામત ન કરવી અને ન તો તેને ધોખો આપવો જોઈએ. ચોથી: જ્યારે તેને છીંક આવે અને તે કહે: અલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ અઅલ્લાહ માટે જ છે), તો તેના જવાબમાં કહેવું: યર્હમુકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે), અને જેને છીંક આવી હોય તે જવાબ આપે: યહ્દિકુમુલ્લાહુ વ યુસ્લિહ બાલકુમ (અલ્લાહ તમને યોગ્ય માર્ગદર્શન આપે અને તમારી બાબતો સુધારે). પાંચમું: જ્યારે તે બીમાર થાય, તો તેની ખબરગીરી કરવી. છઠ્ઠુ: જ્યારે તે મૃત્યુ પામે, તો તેની જનાઝાની નમાઝ પઢવી, અને જનાઝાની પાછળ જવું, અહીં સુધી કે તેને દફન કરી દેવામાં આવે.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: નબી ﷺએ આ શબ્દનો અર્થ: (મુસલમાનના અધિકાર) તેનો અર્થ એ કે તેની અવગળના કરવામાં ન આવે, અને તેના પર અમલ કરવો વાજિબ અથવા મુસ્તહબ છે, જે એક અનિવાર્ય જેવુ છે, જેને છોડવામાં ન આવે.
  2. જ્યારે કોઈ એક મુસાલમન હોય, તો તેણે સલામનો જવાબ આપવો અનિવાર્ય છે, અને જો જુથ હોય તો તો કોઈ એક જવાબ આપી દે તો પૂરતું થઈ જશે, અને સલામ દ્વારા શરૂઆત કરવી તે સુન્નત છે.
  3. બીમાર મુસલમાનની ખબરગીરી કરવા માટે જવું, તે તેના અધિકારો માંથી છે; કારણકે તેના દ્વારા તેના દિલમાં ખુશી અને સુકૂન ઉત્પન્ન થાય છે, અને તે ફરજે કિફાયા છે અર્થાત્ કોઈ એક વ્યક્તિ કરી લે, તો તે કાર્ય પૂર્ણ થઈ જશે, દરેક લોકો માટે તેણે કરવું જરૂરી નથી.
  4. જે આમંત્રણમાં ગુનોહ ન હોય, તો તેનો સ્વીકાર કરવું વાજિબ (અનિવાર્ય) છે, જો તે લગ્નનું આમંત્રણ હોય, તો દરેક આલિમોના મતે કોઈ શરઇ કારણ ન હોય તો તેનો સ્વીકાર કરવો જરૂરી છે, અને જો તે શાદીના વલીમા સિવાય અન્ય આમંત્રણ હોય, તો જુમહૂર આલિમોના મતે તેનો સ્વીકાર કરવો મુસ્તહબ છે.
  5. છીંક આપનારનો જવાબ આપવો જરૂરી છે, તે વ્યક્તિ માટે જે છીંક ખાનાર વ્યક્તિનું અલ્ હમ્દુ લિલ્લાહ સાંભળે.
  6. શરીઅતની સંપૂણતા અને સમાજમાં દરેક પ્રકારની ભલાઈ અને ઈમાન અને તેના સ્તભ દ્વારા લોકો વચ્ચે મોહબ્બત ફેલાવવાની ઉત્સુકતા.
  7. (ફસમ્મિત્હુ) અને બીજી કેટલીક કિતાબોમાં: "ફશમ્મિત્હુ" સીન અને શીન સાથે, સીન સાથે તેનો અર્થ ભલાઈ અને બરકતની દુઆ આપવી અને શીન સાથે તેનો અર્થ: અલ્લાહ તમને તેની બુરાઈથી દૂર રાખે, અને તસ્મીતનો અર્થ: અલ્લાહ તમને સત્ય માર્ગનું માર્ગદર્શન આપે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ