عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«انْظُرُوا إِلَى مَنْ أَسْفَلَ مِنْكُمْ، وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ، فَهُوَ أَجْدَرُ أَلَّا تَزْدَرُوا نِعْمَةَ اللهِ عَلَيْكُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2963]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2963]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો છે કે દુનિયાની દરેક બાબતમાં જેવી કે સ્થાન, માલ અને ઇઝ્ઝતમાં પોતાનાથી નીચલા વર્ગ લોકો તરફ નજર કરો, જેમની પાસે તમારા કરતા ઓછું હોય, અને દુનિયાની દરેક બાબતમાં પોતાના ઉપરના વર્ગ તરફ ન જોવું જોઈએ, જેઓ તમારા કરતા પ્રાથમિકતા ધરાવે છે, જો તમે પોતાના કરતા નીચલા વર્ગ તરફ નજર કરશો, તો શક્ય છે કે તમે અલ્લાહ તઆલાની નેઅમતોને તુચ્છ અને નાની નહીં સમજો.