+ -

عَنْ أَبِي ذَرٍّ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَبَا ذَرٍّ إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا، وَتَعَاهَدْ جِيرَانَكَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2625]
المزيــد ...

અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હે અબુ ઝર, જો તમે શેરવો બનાવો, તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને પોતાના પાડોશીઓનું પણ ધ્યાન રાખજો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2625]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું કે જ્યારે શેરવો બનાવો (શાક બનાવો), તો તેમાં પાણી નાખી તેની માત્રા વધારી દો, અને પોતાના પાડોસીઓનું ધ્યાન રાખો અને તેમની ચકાસણી કરતાં રહો.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં પાડોસીઓ સાથે સારો વ્યવહાર કરવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. આ હદીષમાં પાડોસીઓ દરમિયાન ભેટોની આપ લે કરવાની ભલામણ કરવામાં આવી છે; કારણકે તે મુહબ્બતને ઉત્તેજિત કરે છે, અને સ્નેહમાં વધારો કરે છે, ખાસ કરીને તે ખાવાના ભેટની તાકીદ કરવામાં આવી છે જે સુગંધિત હોય, અને જે પાડોસીની જરૂરત જાણતો હોય.
  3. નેકી કરવાની અને જે કઈ પણ શક્ય હોય તેને રજૂ કરવાં પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભલેને તે થોડી પણ કેમ ન હોય, જે મુસલમાનો માટે ખુશી લાવે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ