+ -

عَنْ أَبِي شُرَيْحٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ، وَاللَّهِ لاَ يُؤْمِنُ»، قِيلَ: وَمَنْ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «الَّذِي لاَ يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6016]
المزيــد ...

અબૂ શુરૈહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી, અલ્લાહની કસમ! તે મોમિન નથી», પૂછવામાં આવ્યું: કોણ હે અલ્લાહના પયગંબર? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેની તકલીફથી તેનો પાડોશી સુરક્ષિત ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6016]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ ખાઈને કહ્યું અને વાતમાં તાકીદ માટે ત્રણ વખત કસમ ખાધી, કહ્યું: અલ્લાહની કસમ તે મોમિન નથી, અલ્લાહની કસમ તે મોમિન નથી, અલ્લાહની કસમ તે મોમિન નથી, સહાબાઓએ સવાલ કર્યો કે કોણ અલ્લાહના રસૂલ મોમિન નથી? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે જેનો પાડોશી તેની ખિયાનત, તેના અત્યાચાર અને બુરાઇથી ડરતો હોય.

હદીષથી મળતા ફાયદા

  1. તે વ્યક્તિના ઇમાનનો ઇન્કાર જેનો પાડોશી તેના ઝુલ્મ અને બુરાઈથી તેમજ તકલીફ થી સુરક્ષિત ન હોય, અને એ કે આ વસ્તુ કબીરહ ગુનાહ માંથી છે, અને પાડોશીને તકલીફ આપનારનું ઇમાન અધૂરું ગણવામાં આવશે.
  2. પાડોશી સાથે સારો વ્યવહાર કરવાની તાકીદ, તેમજ તેમને વાત અને કાર્ય વડે તકલીફ આપવાથી બચવું જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ