عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَشْكُرُ اللَّهَ مَنْ لَا يَشْكُرُ النَّاسَ»
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4811]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4811]
આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ લોકોની નેકી અને ભલાઈ પર તેમનો આભાર વ્યક્ત નથી કરતો તે સામાન્ય રીતે અલ્લાહનો આભાર વ્યકત નથી કરતો, તેનું કારણ એ છે કે બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત ન કરવો, તે તેની આદત અને ફિતરત છે, એવી જ રીતે અલ્લાહએ આપેલ નેઅમતોનો આભાર વ્યકત ન કરવો તેની લાપરવાહી અને આદત છે.