عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَقَفَ عَلَى نَاسٍ جُلُوسٍ، فَقَالَ:
«أَلاَ أُخْبِرُكُمْ بِخَيْرِكُمْ مِنْ شَرِّكُمْ؟» قَالَ: فَسَكَتُوا، فَقَالَ ذَلِكَ ثَلاَثَ مَرَّاتٍ، فَقَالَ رَجُلٌ: بَلَى يَا رَسُولَ اللهِ، أَخْبِرْنَا بِخَيْرِنَا مِنْ شَرِّنَا، قَالَ: «خَيْرُكُمْ مَنْ يُرْجَى خَيْرُهُ وَيُؤْمَنُ شَرُّهُ، وَشَرُّكُمْ مَنْ لاَ يُرْجَى خَيْرُهُ وَلاَ يُؤْمَنُ شَرُّهُ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2263]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલાક બેઠેલા વ્યક્તિઓ પાસે ઉભા રહી કહ્યું:
«શું હું તમને ન જણાવું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને દુષ્ટ વ્યક્તિ કોણ છે?» વર્ણન કરનાર કહે છે: લોકો ચૂપ રહ્યા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી, તો એક વ્યક્તિએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના પયગંબર! અમને જણાવો કે કોણ અમારા માંથી શ્રેષ્ઠ છે અને દુષ્ટ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જેના પ્રત્યે ભલાઈની આશા રાખી શકાય અને તેની દુષ્ટતાથી બચીને રહેવાય, અને તમારા માંથી દુષ્ટ વ્યક્તિ તે છે જેના પ્રત્યે ભલાઈની આશા ન રાખી શકાય અને લોકો તેની દુષ્ટતાથી બચી ન શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2263]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના કેટલાક સહાબાઓ પાસે ઉભા હતા, જેઓ બેઠા હતા, તો તેમને પૂછ્યું, શું હું તમને ન જણાવું અને ન શીખવાડું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે અને દુષ્ટ કોણ છે? તો લોકોએ જવાબ ન આપ્યો અને કઈ પણ ન બોલ્યા, પોતાના સારા અને ખરાબ વચ્ચેના ભેદને પારખવાના ભયથી અને બદનામીના ભયથી ચૂપ રહ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના પર આ સવાલ ત્રણ વખત કર્યો, તો તેમના માંથી એક વ્યક્તિએ જવાબ આપ્યો: હે અલ્લાહના પયગંબર! અમને જરૂર જણાવો કે અમારા માંથી શ્રેષ્ઠ કોણ છે અને દુષ્ટ કોણ. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: તમારા માંથી શ્રેષ્ઠ વ્યક્તિ તે જેની પાસેથી ભલાઈ, દયા અને ન્યાયની રાહ જોવામાં આવે અને તેની આશા રાખવામાં આવે, અને લોકો તેની દુષ્ટતાથી સુરક્ષિત રહે, લોકો તેના આક્રમણ, નુકસાન અને અન્યાયથી ભયભીત ન હોય, એવી જ રીતે તમારા માંથી સૌથી દુષ્ટ વ્યક્તિ તે છે જેની પાસે ભલાઈ, દયા અને ન્યાયની રાહ ન જોવામાં આવે અને ન તો તેની આશા રાખી શકાય, અને ન તો લોકો તેની દુષ્ટતાથી સુરક્ષિત રહે, પરંતુ લોકો તેના આક્રમણ, નુકસાન અને અત્યાચારથી લોકો ભયભીત હોય.