عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَلاَ أُخْبِرُكُمْ بِأَفْضَلَ مِنْ دَرَجَةِ الصِّيَامِ وَالصَّلاَةِ وَالصَّدَقَةِ؟» قَالُوا: بَلَى، قَالَ: «صَلاَحُ ذَاتِ البَيْنِ، فَإِنَّ فَسَادَ ذَاتِ البَيْنِ هِيَ الحَالِقَةُ».
[صحيح] - [رواه أبو داود والترمذي] - [سنن الترمذي: 2509]
المزيــد ...
અબૂ દરદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«શું હું તમને રોઝા, નમાઝ અને સદકાનો શ્રેષ્ઠ દરજ્જો ન જણાવું?» સહાબાઓએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લોકો વચ્ચે સમાધાન કરાવવું; કારણકે લોકો વચ્ચે મતભેદ વિનાશક છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2509]
પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓ ને પૂછ્યું: શું હું તમને ઘણા નફિલ રોઝા, નમાઝ અને સદકા વિષે ન જણાવું જે સવાબમાં તેના કરતાં વધુ છે, લોકોએ કહ્યું: હા જરૂર જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વિવાદિત સમુદાય વચ્ચે સમાધાન કરાવવું, જ્યાં ઝઘડો લોકો વચ્ચે વિભાજન, દ્વેષ અને વિવાદ તરફ દોરી જતો હોય; કારણકે તેમની વચ્ચે સંબંધ ખરાબ થવાના કારણે ઉત્પન્ન થનારી નફરત એક એવી ખામી છે જે દીન અને દુનિયા બંનેને નષ્ટ કરી દે છે, જેમ કે રેઝર વાળને ખત્મ કરી દે છે.