عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«لَيْسَ الْوَاصِلُ بِالْمُكَافِئِ، وَلَكِنِ الْوَاصِلُ الَّذِي إِذَا قُطِعَتْ رَحِمُهُ وَصَلَهَا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5991]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ:
«સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5991]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કે જે વ્યક્તિ સગા સંબંધીઓના સારા વ્યવહાર કરવા પર, સારો વ્યવહાર કરે તે એક આદર્શ વ્યક્તિ નથી, તે ઉપકારના બદલામાં ઉપકાર કરી રહ્યો છે. પરંતુ આ બાબતે આદર્શ વ્યક્તિ તે છે, જે બીજા લોકો તરફથી સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જાળવી રાખે, અને તેના સગા વહાલા તેની સાથે ખરાબ વર્તન કરે તો તે તેમની સાથે સારો વ્યવહાર કરે.