+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُولَ اللهِ إِنَّ لِي قَرَابَةً أَصِلُهُمْ وَيَقْطَعُونِي، وَأُحْسِنُ إِلَيْهِمْ وَيُسِيئُونَ إِلَيَّ، وَأَحْلُمُ عَنْهُمْ وَيَجْهَلُونَ عَلَيَّ، فَقَالَ: «لَئِنْ كُنْتَ كَمَا قُلْتَ، فَكَأَنَّمَا تُسِفُّهُمُ الْمَلَّ وَلَا يَزَالُ مَعَكَ مِنَ اللهِ ظَهِيرٌ عَلَيْهِمْ مَا دُمْتَ عَلَى ذَلِكَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2558]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા કેટલાક સગા સંબંધીઓ છે, જ્યારે હું તેમની સાથે સબંધ જોડું છું, તો તેઓ મારી સાથે સંબંધ તોડે છે, અને હું તેમની સાથે સારો વ્યવહાર કરું છું, તો તેઓ મારી સાથે દુર્વ્યવહાર કરે છે, હું તેમની સાથે નમ્રતા ભર્યો વ્યવહાર કરું છું, તો તેઓ મારી સાથે અજ્ઞાનતા ભર્યો વ્યહવહાર કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તેમે આ પ્રમાણે સબંધ જાણવી રાખો છો, જે પ્રમાણે તમે જણાવ્યું, તો તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, અને જ્યાં સુધી તમે આ પ્રકારનો જ વ્યવહાર કરતા રહેશો, તો અલ્લાહ તરફથી તમને સતત એક મદદગાર સોંપવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2558]

સમજુતી

એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી ફરિયાદ કરી કે તેના કેટલાક સગા સંબંધીઓ છે, જેની સાથે તે સારો વ્યયવહાર કરે છે, તો પણ તેઓ તેની સાથે તેના વિરુદ્ધ દુર્વ્યવહાર કરે છે; બસ જ્યારે તે તેમની સાથે સંબંધ જોડે છે, તો તેઓ સંબંધ તોડે છે, તેમજ તે તેમની સાથે સારો વ્યવહાર અને ઈમાનદારી પૂર્વક રહે છે, તો તેઓ તેની સાથે અન્યાય અને અત્યાચાર કરે છે, અને તે તેમની સાથે દરગુજર અને માફીવાળો વ્યવહાર કરે છે, તો તેઓ તેની સાથે અજ્ઞાનતા ભર્યો વ્યવહાર અને તેને અપશબ્દો બોલતા હોય છે, તો શું આ પ્રકારના વ્યવહાર સાથે મારે તેમની સાથે સંબંધ જાણવી રાખવો જોઈએ?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જો આમ જ છે, જે પ્રમાણે તમે વર્ણન કર્યું, તો તેઓ પોતાને અપમાનિત કરી રહ્યા છે અને ધિકકારી રહ્યા છે, અને તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, તમારી ભલાઈ અને તેમના પોતાના ખરાબ કાર્યોના કારણે, અને તમારી સાથે અલ્લાહ તરફથી એક મદદગાર રહેશે, જે તેમના વિરુદ્ધ તમારી મદદ કરતો રહેશે, અને તમને નુકસાન પહોંચવાથી બચાવશે, જ્યાં સુધી તમે તેમની સાથે સારો વ્યવહાર કરતાં રહેશો, અને તેઓ તમારી સાથે અન્યાય અને અત્યાચાર કરતાં રહેશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. જુલમના બદલામાં સારો વ્યવહાર કરવાથી શક્ય છે કે અપરાધી સત્ય તરફ પાછો ફરી જાય, જેમકે અલ્લાહ તઆલાએ કહ્યું: (તમે બૂરાઈને ભલાઇ વડે દૂર કરો, પછી તેઓ, જેમની સાથે તમારી દુશ્મની છે, એવા થઇ જશે, જેવા કે ખાસ મિત્ર હોય).
  2. અલ્લાહના આદેશોનું અનુસરણ કરવું, જો બંદાને નુકસાન પહોંચે તે અલ્લાહ તરફથી મદદ પ્રાપ્ત કરવાનું કારણ છે.
  3. સંબંધ તોડવો તે દુનિયામાં પણ ગુનાહ છે અને અઝાબ છે અને આખિરતમાં પણ તે ગુનાહનો હિસાબ લેવામાં આવશે.
  4. એક મુસલમાન વ્યક્તિએ પોતાના સત્કાર્યો પર સવાબની આશા રાખવી જોઈએ, અને લોકો તરફથી આવતા નુકસાન અને દુર્વ્યવહાર તેને નેકી કરવાથી ન રોકી શકે.
  5. ખરેખર સંબંધ જોડવાવાળો તે નથી, જે સંબંધ જોડવાના બદલામાં સંબંધ જોડે છે, પરંતુ સંબંધ જોડવાવાળો તો તે છે, જો તેની સંબંધ તોડવામાં આવે તો પણ તે સંબંધ જોડીને રાખે.
વધુ