عَنْ أَبِي عَبْسٍ عَبْدُ الرَّحْمَنِ بْنِ جَبْرٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا اغْبَرَّتْ قَدَمَا عَبْدٍ فِي سَبِيلِ اللَّهِ فَتَمَسَّهُ النَّارُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2811]
المزيــد ...
અબૂ અબ્સ અબ્દુર રહમાન બિન જબ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિના ડગલાં અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય, તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2811]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુશખબર આપી કે જે વયક્તિના ડગલાં પણ અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે.