عَن سَهْلِ بْنِ حُنَيْفٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ سَأَلَ اللهَ الشَّهَادَةَ بِصِدْقٍ بَلَّغَهُ اللهُ مَنَازِلَ الشُّهَدَاءِ، وَإِنْ مَاتَ عَلَى فِرَاشِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1909]
المزيــد ...
સહલ બિન હુનેફ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1909]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ પાસે શહાદત માંગે, અને અલ્લાહના માર્ગમાં શહીદ થવાની ઈચ્છા ધરાવતો હોય અને તે પોતાની નિયતમાં સાચો હોય તો અલ્લાહ તેની સાચી નિયતના કારણે તેને શહીદનો દરજ્જો આપે છે, ભલેને તે જિહાદ (યુદ્ધ) કર્યા વગર પથારીમાં જ મૃત્યુ પામ્યો હોય.