عَنِ ابْنِ مَسْعُودٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«سَتَكُونُ أَثَرَةٌ وَأُمُورٌ تُنْكِرُونَهَا» قَالُوا: يَا رَسُولَ اللَّهِ فَمَا تَأْمُرُنَا؟ قَالَ: «تُؤَدُّونَ الحَقَّ الَّذِي عَلَيْكُمْ، وَتَسْأَلُونَ اللَّهَ الَّذِي لَكُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3603]
المزيــد ...
ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3603]
નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનો પર એવા શાસકો આવશે, જેઓ મુસલમાનોના માલ અથવા અન્ય દુન્યવી બાબતોમાં હેરાફેરી કરશે, તેનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરશે અને તેમાં મુસલમાનોના અધિકારોનો ઇન્કાર કરશે. તેમાં એવી બાબતો પણ હશે, જેના વિષે દીનમાં કોઈ પુરાવા નહીં હોય. તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમ એ સવાલ કર્યો: આવી સ્થિતિમાં અમે શું કરીએ? તો નબી ﷺ એ તેમને જણાવ્યું કે તેમનું માલ સાથે આવું કરવું તમને તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવાથી નથી રોકતું, પરંતુ તમે સબર કરો, તેમની વાત સાંભળો અને અનુસરણ કરો, અને તેમની સાથે ઝગડો ન કરો, અને પોતાના હક અને અધિકારો અલ્લાહ પાસે માંગો, જેથી અલ્લાહ તેમને સુધારે અને તેમની બુરાઈ અને જુલમને દૂર કરે.