+ -

عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَشَدَّ حَيَاءً مِنَ العَذْرَاءِ فِي خِدْرِهَا، فَإِذَا رَأَى شَيْئًا يَكْرَهُهُ عَرَفْنَاهُ فِي وَجْهِهِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6102]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6102]

સમજુતી

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જે પોતાના ઘરમાં પુરુષોથી બચીને રહેતી હોય, અને એટલા અંશ સુધી હયાદાર હતા કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ નાપસંદ વસ્તુ જોતા તો તેનો અસર શબ્દો વગર જ અમે આપના મોઢા પરથી ઓળખી જતા, અને સહાબા આપના ચહેરા પરથી જ તેમની નારાજગી સમજી જતા હતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હયા વિશે વર્ણન કરવામાં આવ્યું છે, અને હયા ઉચ્ચ અખ્લાક માંથી છે.
  2. જ્યાં સુધી અલ્લાહના આદેશોનો ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તદ્દન હયાદાર રહેતા, પરંતુ જ્યારે અલ્લાહના આદેશોનો ઉલ્લંઘન થવા લાગે તો આપ ગુસ્સે પણ થતા અને આપ સહાબાઓને રોકતા પણ હતા.
  3. નમ્ર બનવા માટે પ્રોત્સાહન; કારણ કે તે આત્માને સુંદર કરવા અને કુરૂપનો ત્યાગ કરવા દબાણ કરે છે.