عَنْ أَنَسٍ رضي الله عنه قَألَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الخَلاَءَ قَالَ: «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الخُبُثِ وَالخَبَائِثِ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
જ્યારે નબી ﷺ શૌચાલયમાં દાખલ થતાં તો કહેતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલ્ ખુબુસી વલ્ ખબાઇસ"( હે અલ્લાહ ! હું નાપાક પુરુષ અને નાપાક સ્ત્રી જિનથી તારી પનાહ માગું છું)».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

જ્યારે નબી ﷺ કોઈ એવી જગ્યાએ દાખલ થતાં જ્યાં તે પોતાની હાજત પૂરી કરતાં, પેશાબ કરવા અથવા સંડાસ કરવા, તો અલ્લાહ પાસે પનાહ માંગતા, જેથી અલ્લાહ તેમની તરફ ધ્યાન કરી તેમની શૈતાન પુરુષ અને સ્ત્રીથી સુરક્ષા કરી શકે. ખુબુસ અને ખબાઇસની બીજી સમજૂતી બુરાઈ અને ગંદકી પણ કરવામાં આવી છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શૌચાલયમાં દાખલ થતાં પહેલા આ દુઆ પઢવી જાઈઝ છે.
  2. સમગ્ર સર્જન પોતાના પાલનહારના મોહતાજ છે કે તે તેમની પાસે આવતી દરેક તકલીફો દૂર કરે, અને દરેક સ્થતિમાં તેમને નુકસાન પહોંચવાથી બચાવે.