عَنْ أَبِي قَتَادَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يُمْسِكَنَّ أَحَدُكُمْ ذَكَرَهُ بِيَمِينِهِ وَهُوَ يَبُولُ، وَلَا يَتَمَسَّحْ مِنَ الْخَلَاءِ بِيَمِينِهِ، وَلَا يَتَنَفَّسْ فِي الْإِنَاءِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 267]
المزيــد ...
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 267]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કેટલાક અદબો જણાવ્યા: માનવી પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, અને ન તો હાજત પૂરી કર્યા પછી આગળ કે પાછળની ગંદકીને પોતાના જમણા હાથ વડે સાફ કરે, કારણકે જમણા હાથને સારા કામો માટે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લેવાથી પણ રોક્યો છે.