+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَمَا يَخْشَى أَحَدُكُمْ - أَوْ: لاَ يَخْشَى أَحَدُكُمْ - إِذَا رَفَعَ رَأْسَهُ قَبْلَ الإِمَامِ، أَنْ يَجْعَلَ اللَّهُ رَأْسَهُ رَأْسَ حِمَارٍ، أَوْ يَجْعَلَ اللَّهُ صُورَتَهُ صُورَةَ حِمَارٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 691]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 691]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ તે લોકો માટે સખત ચેતવણી વર્ણન કરી છે જેઓ પોતાનું માથું ઈમામ પહેલા ઉઠાવી લે છે, કે અલ્લાહ તેમના માથાને ગધેડાના માથા માફક કરી દે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામની પાછળ નમાઝ પઢનાર વ્યક્તિ માટે ચાર સ્થિતિઓ છે: જેમાંથી ત્રણ હરામ છે, અને તે એ કે મુકાબલો કરવો, બરાબરી કરવી, વિલંભ કરવો, અને જે જાઈઝ તે: ઈમામનું અનુસરણ કરવું.
  2. નમાઝમાં ઈમામનું અનુસરણ કરવું વાજિબ છે.
  3. આ હદીષમાં ઈમામ પહેલા જે પોતાનું માથું ઉઠાવે તેના માટે જે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે કે તેનું માથું ગધેડાની માફક કરી દેવામાં આવશે, તેનો અર્થ તેનો ચહેરો બદલી નાખવામાં આવશે.